ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતઃ હીરા કંપનીના સંચાલકો કર્મચારીઓના પગારના 30 લાખ રૂપિયા ઓહિયાં કરી લાપતા

સુરતના માતાવાડી વિસ્તારમાં આવેલી શ્રી શક્તિ જેમ્સ હીરા પોલિશિંગ નામની કંપનીના સંચાલકો 60 જેટલા કર્મચારીઓનો 30 લાખ રૂપિયાનો પગાર ઓહિયાં કરી ગયા છે. રત્ન કલાકારોને પગાર આપ્યા વિના કંપની પણ બંધ કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે રત્ન કલાકારોએ ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી.

સુરતઃ હીરા કંપનીના સંચાલકો કર્મચારીઓના પગારના 30 લાખ રૂપિયા ઓહિયાં કરી લાપતા
સુરતઃ હીરા કંપનીના સંચાલકો કર્મચારીઓના પગારના 30 લાખ રૂપિયા ઓહિયાં કરી લાપતા

By

Published : Dec 2, 2020, 5:25 PM IST

  • માતાવાડીની હીરા પોલિશિંગ કંપનીનું કરતૂત
  • રત્ન કલાકારોના પગારના 60 લાખ રુપિયા ઓળવી માર્યાં
  • 60 જેટલા કર્મચારીઓનો અંદાજે 30 લાખનો પગાર બાકી

સુરતઃ શહેરમાં વધુ એક ડાયમંડ કંપનીના સંચાલકો કર્મચારીઓના પગાર ચૂકવ્યા વિના બંધ કરી ફરાર થઇ ગયા છે. જેને લઈને સુરત પોલીસ કમિશ્નર અને લેબર કમિશ્નરને ફરિયાદ કરાઈ છે. આ અંગે ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, વરાછા સ્થિત આવેલી શ્રી શક્તિ જેમ્સ નામની હીરા પોલિશિંગ કરવાની ફેક્ટરી આવેલી છે. અહીં કામ કરતા 60 જેટલા કર્મચારીઓનો અંદાજે 30 લાખનો પગાર ચૂકવ્યા વિના કંપનીના સંચાલકો ફરાર થઇ ગયા છે.

માતાવાડીની હીરા પોલિશિંગ કંપનીનું કરતૂત

પગાર ન મળતાં કર્મચારીઓની હાલત કફોડી

આ અંગે કર્મચારીઓએ ડાયમંડ વર્કર યુનિયનમાં રજૂઆત કરી હતી. જેને લઈને ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ સુરત પોલીસ કમિશ્નર અને લેબર કમિશ્નરને અને સુરત ડાયમંડ એસોસિએશનમાં રજૂઆત કરાઈ છે. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે. એકતરફ કોરોનાની મહામારી ચાલી રહી છે તો બીજી તરફ પગાર ન મળતાં કર્મચારીઓની હાલત કફોડી બની છે.

ABOUT THE AUTHOR

...view details