સુરતઃ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સૌથી ઝડપી વધી રહેલા સુરત શહેરમાં હજારોની સંખ્યામાં શ્રમિકો કામ કરે છે. ગુજરાતના માત્ર 20 ટકા શ્રમિકો હાલ સુરતના કન્સ્ટ્રક્શન સાઈડ પર કાર્યરત છે. જ્યારે મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, યુપી, રાજસ્થાન, ઓરિસ્સાથી વગેરે રાજ્યોમાંથી આવેલા 7,000 વધુ શ્રમિકો હાલ સુરત શહેરના નિર્માણાધીન બિલ્ડિંગમાં કામગીરી કરે છે.
સુરત ક્રેડાઈએ પોતના શ્રમિકો માટે લીધા ખાસ શપથ કોરોના વાઇરસના પગલે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે, ત્યારે સુરતમાં વિવિધ કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતા 7,000થી વધુ શ્રમિકો અને તેમના બાળકોને પૌષ્ટિક ભોજન મળી રહે તેવા પ્રયાસ સુરત ક્રેડાઈ દ્વારા કરવામાં આવ્યા છે. જે માટે ક્રેડાઈ દ્વારા તમામ ડેવલોપરને શપથ લેવડાવવામાં આવ્યા છે અને તમામ શ્રમિક મજૂરોને ભોજનની સાથે ખર્ચી મળી રહે તેવો માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે. ક્રેડાઈ દ્વારા 4 ઝોનમાં 7,000થી વધુ શ્રમિક મજૂરોને અનાજની કિટ આપવામાં આવી રહી છે.
સુરત ક્રેડાઈએ પોતના શ્રમિકો માટે લીધા ખાસ શપથ... સુરત કન્ટ્રકશન રિયલ એસ્ટેટ ડેવલપર એસોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાલ કોરોના વાઇરસના પગલે ચાલી રહેલા લોકડાઉનની સ્થિતિ વચ્ચે સુરતની વિવિધ કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતા શ્રમિકો-મજૂરોને અનાજની કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. 4 ઝોનમાં ડેવલોપરને પોતાની કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતા શ્રમિક મજૂરોને ખર્ચીની સાથે પોતાના માસૂમ બાળકોને પૌષ્ટિક ભોજન તેમજ દૂધ મળી રહે તેવા સેવાભાવથી આ કામગીરી સોંપવામાં આવી છે. પ્રત્યેક કિટમાં તેલ, ચોખા, લોટ, મીઠું, ખાંડ સહિત જીવન જરૂરિયાતની સામગ્રી મુકવામાં આવી છે, જ્યારે બાળકોના દૂધ માટે બ્રાન્ડેડ કંપનીનો દૂધનો પાવડર આપવામાં આવ્યો છે.
એક કિટ આશરે દસ દિવસ સુધી ચાલી શકે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી અપીલને ધ્યાનમાં રાખી સોસિયલ ડિસ્ટેન્સિંગ જાળવી આ કિટ આપવામાં આવી રહી છે.