ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત જય જવાન નાગરિક સમિતિ તરફથી સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન, 17 જવાનોના પરિવારને રૂપિયા 23,50,000 હજારની સહાય

સુરતમાં કારગીલ વિજય દિવસે જવાનોને સહાય અર્પણ કરવામાં આવશે. જય જવાન નાગરિક સમિતિ અને લેઉવા પાટીદાર સમાજ અમેરીકાના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 26-7-2021 સોમવારે સૌરાષ્ટ્ર પટેલ ભવન વરાછા રોડ સુરત ખાતે સાંજે 6.00 કલાકે રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઓનલાઇન ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે.

Surat news
Surat news

By

Published : Jul 22, 2021, 5:53 PM IST

  • દેશ માટે વીરગતિ પામેલા 17 વીર જવાનો પૈકી છ જવાનોના પરિવારને સુરતમાં રૂબરૂ સહાય અપાશે
  • અત્યાર સુધીમાં 348 જવાનોના પરિવારને કુલ રૂપિયા 5.21 કરોડની સહાય અર્પણ કરાઈ છે
  • કોરોના જંગમાં મૃત્યુ પામનારા પોલીસ જવાનોના પરિવારોને પણ સહાય

સુરત : જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી કારગીલ વિજય દિવસે સમર્પણ ગૌરવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 17 વીર જવાનોના પરિવારોને સન્માન સાથે આર્થિક સહયોગ આપશે. 1999ના કારગીલ યુદ્ધ પછી તેના વિજયના માનમાં 26મી જુલાઇએ કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જય જવાન નાગરિક સમિતિ સુરત અને લેઉવા પાટીદાર સમાજ અમેરીકાના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 26-7-2021 સોમવારે સૌરાષ્ટ્ર પટેલ ભવન વરાછા રોડ સુરત ખાતે સાંજે 6.00 કલાકે રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઓનલાઇન ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે.
સુરતથી કાર્યકર્તાઓની ટીમે વીર જવાનોના વતનની પણ લીધી મુલાકાત
દેશ માટે વીરગતિ પામેલા 17 જવાનોને તે પૈકી છ જવાનોના પરિવારોને સહાય માટે સુરત રૂબરૂ બોલાવ્યા છે. બાકીના 11 જવાનોના પરિવારોને કુલ રૂપિયા 18,25,000ની સહાય પૂરા સન્માન સાથે અર્પણ કરવામાં આવશે. સુરતથી કાર્યકર્તાઓની ટીમે દરેક વીર જવાનોના વતન જઈ તેમના પરિવારોની મુલાકાત લીધી છે અને સુરતની લાગણી પહોંચાડી છે.
અત્યાર સુધીમાં કુલ 5.21 કરોડની સહાય
1999ના કારગિલ યુદ્ધ સમયથી શરૂ થયેલી જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી અત્યાર સુધીમાં 348 વીર જવાનોના પરિવારોને કુલ રૂપિયા 5.21 કરોડની સહાય અર્પણ કરવામાં આવી છે. છેલ્લા 21 વર્ષથી આ પ્રવૃત્તિઓ અવિરત ચાલી રહી છે. જેમાં રાષ્ટ્રપ્રેમી લોકો, શાળાઓ, બાળકો અને યુવા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ સંસ્થા સાથે જોડાયેલા છે. દેશ માટે પ્રાણનું બલિદાન આપનારા વીર જવાનોના પરિવારનું સન્માન કરવું. આર્થિક સહાય કરવી નાગરિકોમાં રાષ્ટ્રીય ચેતના પ્રગટાવવાના મુખ્ય ત્રણ હેતુઓ સાથે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન થાય છે.
આઠ પોલીસ જવાનોના પરિવારોને આર્થિક સહાય અપાશે
કોરોનાના મહાસંકટમાં સુરત પોલીસે પણ નોંધનીય કામગીરી કરી છે. કોરોના કાળમાં મોતના તાંડવ વચ્ચે પણ પોલીસે ફરજ બજાવી છે. કોરોના જંગ સુરત પોલીસના 8 જવાનોએ જીવ ગુમાવ્યા છે. તેમના પરિવારોને પણ સન્માન સાથે દરેકને એક-એક લાખની સહાય અર્પણ થશે. અગ્રણીશ્રી લવજીભાઈ ડી. ડાલિયા તરફથી પોલીસ જવાનોના પરિવારોને સહાય અર્પણ થશે. આ આઠ જવાનોમાં બે મહિલા કોન્સ્ટેબલનો પણ સમાવેશ છે. કોરોના જંગમાં પોલીસ જવાનોને યાદ કરીને તેમના પરિવારોને લોકો તરફથી સહાય કરવાની પ્રથમ આ પ્રથમ ઘટના છે.
મહેમાનોની રૂબરૂ તથા ઓનલાઇન હાજરી
સમારોહના અધ્યક્ષ સ્થાને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઓનલાઇન હાજરી ઉપસ્થિતમાં યોજાનારા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે શ્રી લવજીભાઈ બાદશાહ તથા ખાસ અતિથિ તરીકે મુંબઈથી હીરાઉદ્યોગના યુવા અગ્રણી શૈલેષભાઈ પી લુખી હાજર રહેશે. આ ઉપરાંત આ સંસ્થાના માર્ગદર્શક બ્રિગેડિયર બી.એસ. મહેતા કાર્યક્રમના સોજન્ય દાતાશ્રી મનહરભાઈ સારાપરા શીવાભાઈ શ્રી ભરતભાઈ શાહ તથા સુરત જિલ્લા લેવા પાટીદાર સમાજના પ્રમુખ મુકેશ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. અમેરિકાથી લેવા પાટીદાર સમાજના તરફથી જવાનોના પરિવારોને આર્થિક સહાય કરવામાં આવી છે. તેમના પ્રમુખ નયના પટેલ તથા લેફ્ટનન્ટ કર્નલ મુકેશ રાઠોડ કાર્યક્રમમાં ઓનલાઇન જોડાઈ શુભેચ્છા આપશે. આ ઉપરાંત અમેરિકાથી મોટી સંખ્યામાં ગુજરાતી સમાજના પરિવારો અને દાતાઓ કાર્યક્રમ ઓનલાઈન નિહાળશે. સુરત રૂબરૂ નથી બોલાવ્યા તેવા 11 જવાનોના પરિવારો ઓનલાઈન જોડાઈને કાર્યક્રમમાં સહભાગી બનશે.
બે બહાદૂર જવાનોની હાજરી
કારગિલ યુદ્ધમાં દુશ્મન દેશના 22 સૈનિકોને ખાત્મો કરનારા સુબેદાર ધર્મેન્દ્રસિંહ ખુમાણસિંહ વાળા સુરત ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક ચરેલિયા ગામના વતની અને હાલ નિવૃત્ત છે. બીજા બહાદૂર જવાન શ્રી વલ્લભભાઈ અરજણભાઈ બલદાણીયા જે 1992માં પાકિસ્તાનની સામે ઓપરેશન 45ને ઠાર કરનાર અને સેવા તથા મેડલ સિલ્વર મેડલથી સન્માનિત થયેલા છે તેવા વલ્લભભાઈ બલદાણીયા અમરેલીના ખંભાત તાલુકાના લાસા ગામે હાલ નિવૃત જીવન ગાળે છે. તેઓ પણ ખાસ સુરત કાર્યક્રમમાં અતિથી છે.
કોવિડ-19ની ગાઈડલાઇન સાથે કાર્યક્રમ યોજાશે
વર્તમાન કોવિડ-19ની ગાઈડલાઇનના પાલન સાથે સૌરાષ્ટ્ર પટેલ ભવન હોલમાં મર્યાદિત દાતા મહાનુભાવો અને કાર્યકર્તાઓની હાજરીમાં કાર્યક્રમ યોજાશે. વીર જવાનોને ભાવ શ્રદ્ધાંજલિ સાથે કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે. 21 વર્ષમાં પહેલી વાર ભારતની બહાર અમેરિકાથી સંસ્થા કાર્યક્રમમાં સહભાગી બનશે. દક્ષિણ ગુજરાતના લેઉવા પાટીદાર સમાજના પરિવારો અમેરિકા સ્થાયી થયા છે. તેઓ આર્થિક સહયોગ આપ્યો છે. તે તમામ પરિવારો ઓનલાઇન આપણી સાથે જોડાશે. લેઉવા પાટીદાર સમાજ અમેરિકાના પ્રધાન ગીરીશ પટેલ જણાવે છે કે, આ કાર્યક્રમ માટે ગુજરાતીઓમાં ભારે ઉત્સાહ છે. દેશ માટે પ્રાણનું બલિદાન આપનારા માટે અમારી આ ભાવભીની શ્રદ્ધાંજલિ છે.

ABOUT THE AUTHOR

...view details