સુરત : સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) પર કસ્ટમ અને ડીઆરઆઈના અધિકારીઓ ત્યારે ચોકી ઉઠ્યા જ્યારે બે પેસેન્જર પાસેથી તેમને 15 લાખનું સોનુ અને 6 કરોડના હીરા મળી આવ્યા હતા. કસ્ટમ અને ડીઆરઆઈના અધિકારીઓસોનાની દાણચોરી અને હીરાની દાણચોરી કરતાં બે પેસેન્જરને પકડી પાડ્યા હતા. જેમાંથી એક પેસેન્જર રૂપિયા પંદર લાખના સોનાના દાગીના પહેરીને આવ્યો હતો તો બીજો પેસેન્જર બેગમાં 6 કરોડના હીરા લઈને આવ્યો હતો. આમ હવાઈ યાત્રા દ્વારા ટેક્સની ચોરી પકડાઇ હતી.
મળી હતી બાતમી -બંને ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ આ બંને યાત્રીઓની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે.કસ્ટમ અને ડીઆરઆઈના અધિકારીઓને માહિતી મળી હતી કે શારજાહ સુરત ફ્લાઈટમાં બે લોકો ગેરકાયદે સોનું અને હીરા લઈને આવી રહ્યા છે. જે આધારે ડી આર આઈ અને કસ્ટમ વિભાગના અધિકારીઓએ બે પેસેન્જરની અટકાયત કરી તેઓની પૂછપરછ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ દાણચોરીનો નવો નુસ્ખો, સુરત એરપોર્ટ પર 500 ગ્રામ સોનું ઝડપાયું