સુરત : સુરત શહેરના માલધારી સમાજ દ્વારા આજે મોટી સંખ્યામાં એકઠા થઇ કલેકટર કચેરી ખાતે રાજ્ય વિરુદ્ધ સૂત્રોચાર(Maldhari community opposed law imposed on cattle) કર્યા હતા. કારણકે, રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં એક કાયદો પસાર કરવામાં આવ્યો છે કે, પશુ ઉપર હવે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનું જાહેરનામું(Declaration to make registration of animals compulsory) અને પશુઓને ફરજિયાત ટેગ લગાવવામાં આવશે. આવા કાયદાને કાળો કાયદો કહી માલધારી સમાજ દ્વારા આ કાયદાનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો આ કાયદાઓ પાછો ખેંચવામાં નહીં આવે તો માલધારી સમાજ સમગ્ર રાજ્યમાં રોડ ઉપર ઉતરીને વધું વિરોદ્ધ કરશે.
સુરતમાં માલધારી સમાજે રાજ્ય સરકાર દ્વારા પશુ ઉપર લગાવવામાં આવેલ કાયદાનો કર્યો વિરોધ આ પણ વાંચો - સુરતમાં માલધારીઓ દ્વારા સરકારે પશુ માટે પસાર કરેલા કાયદાનો વિરોધ કર્યો
માલધારી સમાજે આપી ચિમકી - આજે સમગ્ર ગુજરાતનો માલધારી સમાજ એકઠો થઈને સરકારને રજૂઆત કરતા જણાવી રહ્યો છે કે, પશુ ને લગતો કાયદો વિધાનસભામાં પસાર કર્યો છે ત્યારે માલધારી સમાજની રોજી-રોટી છીનવવાની વાત કરી છે. સરકાર માલધારી સમાજ સાથે સંકળાયેલી છે તેમ છતા તેમની ઉપર અત્યાચાર કરવાની વાત કરી છે. અમારા માલધારીઓ વિશે વિચારે, એની માટે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. ગાય રાખવા માટે વ્યવસ્થા કરવી જોઈએ. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ માં શબ્દ જે આપણે વાપરીએ છીએ તેને રાખવા માટે આપણે લાયસન્સ લેવું પડતું હોય. આ કાયદો પાછો ખેંચવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં માલધારી સમાજ રોડ ઉપર ઉતરશે અને આવનારા દિવસોમાં માલધારી સમાજના લોકોના રોષનો સામનો કરવો પડશે.
આ પણ વાંચો - Cattle control bill: ઢોર નિયંત્રણ બિલ બાબતે માલધારીઓ મેદાને, કોંગી ધારાસભ્યો સહિતના લોકો દ્વારા આંદોલનની ચીમકી