કૃષિપેદાશો ભરેલી ટ્રક ક્ષમતા કરતા વધુ શેરડીનો જથ્થો સુરત સહિત જિલ્લાની સુગર મિલોમાં પહોચાડે છે. જેમાં ટ્રાન્સપોર્ટ ખર્ચ સહેલાઈથી નીકળી જાય છે. પરંતુ જો પોલીસ અને આરટીઓ નવા નિયમો પ્રમાણે ખેડૂતોના વાહનો સામે દંડ ફટકારે તો નુક્શાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. આશરે 8 હજારથી વધુ ટ્રકો દર મહિને શેરડી ભરેલો જથ્થો ક્ષમતા કરતા સુગર મિલોમાં જાય છે. જે વર્ષોથી આ પ્રમાણે ચાલી આવ્યું છે.
ટ્રાફિકના નવા નિયમોથી ખેડૂતોને નુકશાન, પત્ર લખી CMને કરી રજૂઆત - Surat
સુરત: ટ્રાફિક નિયમ સુધારા કાયદો કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરી દેવામાં આવ્યો છે. જ્યાં તમામ રાજ્યના શહેરોને આ નિયમોનું અમલીકરણ કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. જો કે આ નિયમોથી ખેડૂતોને મોટું નુક્શાન સહન કરવાનો વારો આવી શકે તેવી ભીંતી સેવામાં આવી છે. જેણે લઈ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે.
નવા કાયદા બાદ રાજ્યના તમામ ખેડૂતોને 100 કરોડથી વધારે ટ્રાન્સપોર્ટેશન પાછળ ખર્ચ કરવું પડશે: ખેડૂત સમાજ
જો કે ખેડૂત સમાજના લોકોએ રાજ્ય સરકારને પત્ર લખી આ અંગે રજુવાત કરી છે અને જણાવ્યું કે ટ્રાફિકના નવા નિયમોમાંથી ખેડુતોને રાહત આપવામાં આવે આશંકા છે કે ખેડૂતોને વધુ 100 કરોડ ખર્ચ ટ્રાન્સપોર્ટેશન ઉપર કરવું પડશે.