ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં વેવાઇ-વેવાણ ભાગ્યા બાદ હવે જેઠ-દેરાણી ભાગી ગયાની ઘટના સામે આવી - big brother and small brother wife love affairs

સુરતમાં વેવાઇ અને વેવાણ ભાગ્યા બાદ હવે જેઠ-દેરાણી ભાગી ગયાની ઘટના સામે આવી છે. મોટોભાઈ નાનાભાઈની પત્નીને લઈને ભાગી ગયો છે. આ ઘટના સુરતના પુણા પોલીસ મથકની ઘટના છે. જેઠ અને દેરાણી બંનેએ મૈત્રી કરાર કરીને સાથે રહે છે. જેઠાણીએ પુણા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. આરોપ છે કે જેઠ અને જેઠાણી વચ્ચે અગાઉ પણ ઝઘડામાં જેઠાણીની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સુરતમાં વેવાઇ-વેવાણ ભાગ્યા બાદ હવે જેઠ-દેરાણી ભાગી ગયાની ઘટના સામે આવી
સુરતમાં વેવાઇ-વેવાણ ભાગ્યા બાદ હવે જેઠ-દેરાણી ભાગી ગયાની ઘટના સામે આવી

By

Published : Jul 23, 2020, 2:30 AM IST

સુરતઃ સમાજને એક કાળી ટીલી રૂપી ઘટના સામે આવી છે. જેમાં પરિણીત મોટાભાઈ અને તેમના જ નાનાભાઈની પત્ની સાથે પ્રેમ થઈ જતા મૈત્રી કરાર કરી ભાગી ગયા હતા, જેમાં મોટાભાઈના પત્નીને નાના બાળકો હાલ ભગવાન ભરોસે મુકાયાની ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે. આપણા સમાજમા જેઠ-વહુનો સંબંધ ખૂબ માન-મર્યાદા વાળો રહેતો આવ્યો છે. પરંતુ સુરતમાં સમાજને કાળા ટીલા રૂપી ઘટના બની હતી. જેમાં મોટાભાઈ અને તેમના નાનાભાઈના પત્નીને પ્રેમ સંબંધ બંધાતા મૈત્રી કરાર કરી ભાગી ગયા હતા.

સુરતમાં વેવાઇ-વેવાણ ભાગ્યા બાદ હવે જેઠ-દેરાણી ભાગી ગયાની ઘટના સામે આવી

ત્યાર બાદ પરિવાર જનો એ બન્ને ને શોધ્યા હતા પરંતુ મૈત્રી કરાર કરી લીધો હોવાથી કોઈ કંઈ કરી શક્યા ન હતા. જોકે મોટાભાઈના પત્નીએ સુરતના પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાના પતિ વિપુલની કરતૂતો છતી થઈ હતી.

સુરતમાં વેવાઇ-વેવાણ ભાગ્યા બાદ હવે જેઠ-દેરાણી ભાગી ગયાની ઘટના સામે આવી

મોટાભાઇના પત્નીએ જણાવ્યું હતું કે મારા પતિ મને વારંમવાર મારતા હતા. સાથે જ જુગાર પણ રમતા અને રમાડતા હતા. આ ઉપરાંત ચોરી છુપે દારૂ પણ વહેંચતા હતા. જોકે મહિલાની વાત પોલીસે પણ ધ્યાને નહીં લેતા પોલીસ કમિશ્નર કચેરી ખાતે અરજી આપી હતી, ત્યાંથી પણ કોઈ સંતોષ કારક જવાબ નહીં મળતા આખરે તેમને પત્રકારોનો સહારો લીધો હતો અને ન્યાયની માંગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details