સુરત શહેરના ઉધના વિસ્તારમાં વિધર્મી પત્નીએ પોતાના હિન્દુ પતિને માસ ખવડાવતા પતિએ આત્મહત્યા (cow eating non veg) કરતા ચકચાર મચી ગઈ છે. જોકે આ યુવકે આત્મહત્યા પહેલા પોતાની આપવીતી સુસાઇડ નોટમાં લખી હતી. આ સુસાઇડ નોટમાં પોતાની પત્ની અને સાળાએ કરેલા કૃત્યો, પત્ની અને સાળાએ મારી નાખવાની ધમકી આપી હતી અને ગૌ માસ ખવડાવ્યું હતું. તેનો ઉલ્લેખ કર્યો છે. આ કારણે હું આ પગલું ભરી રહ્યો છુ. હાલ આ મામલે ઉધના પોલીસે પત્ની અને સાળા વિરુદ્ધમાં (eating beef suicidein Surat) આત્મહત્યા અને દુષ્પપ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.
શું હતી ઘટનાસુરતના ઉધના વિસ્તારમાં રહેતો રોહિત સિંહ ટેક્સટાઇલ મિલમાં ડાઇંગ માસ્ટર તરીકે કામ કરતો હતો. ત્યાં તેને સોનમ નામની વિધર્મી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. આ બંને વચ્ચે સતત વાતચીત થતી હતી અને પછી આ વાતચીત પ્રેમમાં પરિણમી હતી. ત્યારબાદ આ બંને જણાએ પ્રેમલગ્ન કર્યા હતા. જોકે પ્રેમલગ્નને કારણે રોહિતસિંહના પરિવારવાળા રોહિતથી નારાજ થયા હતા. ત્યારબાદ રોહિતસિંહ સોનમને લઈને તેના પરિવારથી દૂર ચાલ્યો ગયો હતો. તેમજ રોહિતસિંહ તેની પત્ની સોનમ સાથે તેના ઘરે રહેવા માંડ્યો હતો.
મારી નાખવાની ધમકી મળતી માહિતી મુજબ સૌપ્રથમ વખત થોડા દિવસ સુધી રોહિત તેની પત્નીની સાથે ખૂબ જ સરસ રીતે રહ્યો, પરંતુ જેમજેમ દિવસ પસાર થતા ગયા તેમતેમ તેની પત્ની સોનમ રોહિતને જમવામાં નોનવેજ આઈટમ આપતી રહેતી હતી. પરંતુ એક દિવસે તેની પત્નીએ કહ્યું કે, તમે ગૌમાસ ખાશો, તેમાં ત્યારે રોહિત નારાજ થયો. ત્યારે સોનમ અને તેનો મોટો ભાઈએ રોહિતને જાનથી મારી નાખવાની ધમકી આપી ગૌમાસ ખવડાવ્યું હતું.
ગૌ માસ ખવડાવી દીધુંરોહિતને વિચાર આવ્યો કે, હું ખોટી જગ્યા ફસાઈ ગયો છું. આ લોકો મને ડરાવી ધમકાવીને ગૌ માસ ખવડાવી દીધું. હવે આગળ એમ પણ બની શકે છે કે ફરી મને ડરાવી ધમકાવીને મારું ધર્મ પરિવર્તન પણ કરાવી નાંખશે. જે ડરના કારણે રોહિત સતત ચિંતામાં રહેતો હતો અને તેને ફરી પાછી તેની પત્ની અને સાળાએ જાનથી મારી નાખવાની ધમકી આપીને રોહિતને ગૌમાસ ખવડાવી દીધું હતું. રોહિતને ખૂબ જ આઘાત લાગતા તેણે સુસાઇડ નોટ લખી ફેસબૂક પર અપલોડ કરીને આત્મહત્યા કરી લીધી હતી. જોકે આ ઘટના બે મહિના પહેલાની છે, આ સમાચાર આજે બહાર આવ્યા છે.
બે મહિના પહેલાની આત્મહત્યા રોહિતના એક મિત્રએ સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ જોઈ તેને (Wife killed husband in Surat) આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારબાદ તેણે રોહિતના પરિવારને આ સમગ્ર ઘટનાક્રમની જાણ કરી હતી. રોહિતના પરિવાર સૌપ્રથમ વખત સોનમના ઘરે ગયો અને ત્યાં રોહિતના ખબરઅંતર પૂછ્યા તો તમને જાણું મળ્યું કે, તેમની જાણ બહાર જ બે મહિના પહેલા તેમને આત્મહત્યા કરી હતી. પરંતુ આ વાત સોનમે રોહિતના પરિવારને કરી ન હતી.