ગુજરાત

gujarat

6 મહિના બાદ સુરતના હઝીરા ITI ડ્રાંઇવિંગ લાઇસન્સ શરૂ

By

Published : Jan 18, 2021, 8:10 AM IST

સુરત હઝીરા ખાતે ITIને કોવિદ કેર સેંટર બનાવી દેવામાં આવ્યું હતું અને આજ કારણે લર્નિંગ લાઇસન્સ પેહલાથી જે લોકોએ એપોઇમેન્ટ લીધી હતી તે લોકો આ કોવિડ સેન્ટરના કારણે અટવાઈ ગયા હતા.માનવામાં આવે છેકે બે હજારથી વધારે લોકોએ પહેલાથીજ એપોઇમેન્ટ લઈને બેઠા હતા પણ અચાનક કોવીડ સેન્ટરના બનાવના કારણે તે લોકો 6 મહિનાઓ સુધી હેરાન પરેશાન હતા.પણ હવે સુરતમાં પણ કોરોનના કેશમાં ઘટાડો આવતા હઝીરા ખાતે ITIને કોવિદ કેર સેંટરને બંધ કરીને ફરી ત્યાં ડ્રાંઇવિંગ લાઇસન્સ માટે જગ્યા અપાઈ ગઈ છે.

સુરતના હઝીરા ITI ડ્રાંઇવિંગ લાઇસન્સ શરૂ
સુરતના હઝીરા ITI ડ્રાંઇવિંગ લાઇસન્સ શરૂ

  • સુરત હઝીરા ખાતે ITI ડ્રાંઇવિંગ લાઇસન્સ ફરી શરૂ
  • લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સની પ્રક્રિયા ફરી શરૂ થશે
  • અરજદારોમાં ખુબજ ઉત્સાહમાં જોવા મળી રહ્યો
    લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સની પ્રક્રિયા ફરી શરૂ થશે

સુરત :કોરોના કાળમાં હઝીરા ITIમાં લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સનું કામકાજ બંધ કરી કોલેજને આઇસોલેશન કોવીડ સેન્ટરમાં ફેરવી દીધું હતું. જે કારણે ત્યાં છેલ્લા 6 માસથી કાચા લાઇસન્સની પ્રક્રિયા બંધ પડી ગઈ હતી.ત્યારે તેઓને અન્ય બીજી જગ્યા ઉપર પણ કાચા ડ્રાંઇવિંગ લાઇસન્સ માટે એપોઇમેન્ટ મેળવી શકતા ન હતા.અરજ દ્વારોએ પેમેન્ટ પણ ચૂકવી ધીધા હતા.અને તેમને પણ એક ચિંતાનો વિષય બની ગયો હતો કે હવે શું કરવું.એપોઇમેન્ટ લેવા જાય તો પેહલાની એપોઇમેન્ટ જતું કરવું પડે તે હતું. તે કારણે અરજ દ્વારોને ખુબજ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને આવે ફરી પછી હઝીરા ખાતે ITI ડ્રાંઇવિંગ લાઇસન્સ ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે તો અરજદારોમાં ખુબજ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે.

લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સની પ્રક્રિયા ફરી શરૂ પણ હાલ પેઇન્ટિંગ કાચા લાઇસન્સનું કામ ચાલશે

સુરત હઝીરા ખાતે ITI ડ્રાંઇવિંગ લાયસન્સની પ્રક્રિયા શરૂ તો થઇ ગઈ હતી પરંતુ હાલ જેટલા પેન્ડિંગ એપોઇમેન્ટ હતા. તે બધાજ માટે રોજના 96 સ્લોટ ખુલી ગયા છે.આ સ્લોટ માત્ર જુના એપોઇન્ટમેન્ટ લેવા માટે ખુલ્યા છે. હઝીરા આઈ.ટી.આઈમાં હાલ નવા કાચા લાયસન્સની એપોઇમેન્ટ લઇ શકાશે નહિ.અને પેહલા બાકીના એપોઇમેન્ટ ક્લીયર થયા બાદજ નવા એપોઇમેન્ટની તારીખો પણ જાહેર કરશે.હાલ જૂનું કામ પૂરું કરશે.

આ પણ વાંચો :

ABOUT THE AUTHOR

...view details