સુરત: આજે સુરત કોર્ટ દ્વારા પોસ્કોના કેસમાં મહિનામાં બીજી વખત આરોપીને ફાંસીની સજા ફટકરવામાં આવી છે, આ બીજો કેસ છે, જેમાં આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવતા સમાજમા ઉદાહરણ આપ્યુ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત 7મી ડીસેમ્બર 2020ના રોજ 10 વર્ષની બાળકીને વડાપાવ ખાવાના બહાને લઇ જઈ તેના પર દુસ્કર્મ કરી તેની હત્યા (Surat Girl Child Rape Murder) કરવામાં આવી હતી. તે મામલે આજે સુરત સેશન કોર્ટમાં આરોપી દિનેશ બૈસાણને ફાંસીની સજા ફટકરવામાં આવી (Rapist sentenced to Hanging by court) છે. તથા પરિવારને 15 લાખ રૂપિયા સરકાર તરફથી આપવાની જાહેરાત કોર્ટ દ્વારા કરવામાં આવી છે.
સતત બીજા કેસમાં પણ ફાંસીની સજા
સુરતમાં સેકેંડ અડીશનલ જજ નિલેશ અંજારીયાએ આરોપી દિનેશ બૈસાણને IPC - 302 કલમ હિસાબે તેને દોષી ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં આજે ફાંસીની સજા (Judgement by Surat Court) આપવામાં આવી છે. બીજી કેટલાક કલમો ૩૬૩, ૩૬૬ એમાં વધારાની સજા થાય તે રીતે કરવામાં આવ્યા છે. પરિવારને સરકાર તરફથી ૧૫ લાખ રૂપિયા આપવામાં આવે તેવી પણ કોર્ટે જાહેરાત કરી છે. આ ઘટના ગત ડિસેમ્બર 2020માં થઈ હતી. આ ઘટનામાં મહત્વના પુરાવાઓ જોવા જઇયે તો પોસમોર્ટમ રિપોર્ટ CCTV ફૂટેજ તથા આરોપીની કેટલી ચીજ વસ્તુઓ ઘટના સ્થળેથી મળી આવી હતી. ફૂટેજ મુજબ આરોપી ઘટનાના દિવસે બાળકીને વડાપાવ ખવડાવી રિક્ષામાં બેસાડી ઘટનાસ્થળે લઈ ગયો હતો. તે રિક્ષાવાળાનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યુ. ઘટના સ્થળ ઉપર બાળકીને લઈ જઈ ત્યાં તેના પર દુષ્કર્મ કરવામાં આવ્યું તથા બાળકીના માથા ઉપર ઈંટ મારી તેની હત્યા કરી નાખવામાં આવી હતી. બાળકીના શરીર ઉપર 49 જેટલા ઇજાના નિશાન પણ મળ્યા હતા.
આવા લોકોને તો ફાંસીની સજા જ થવી જોઈએ: સરકારી વકીલ