ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન ‘સ્પાર્કલ– 21’નું આયોજન કરાશે - surat city news

સુરતમાં ‘જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન’ સુરત સ્પાર્કલ–21ના આયોજનથી નેચરલ એન્ડ સિન્થેટીક ડાયમંડ મેન્યુફેકચરીંગ સેગ્મેન્ટ, મશીનરી મેન્યુફેકચરીંગ સેગ્મેન્ટ અને ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચરીંગ સેગ્મેન્ટને એક જ પ્લેટફોર્મ ઉપર એકત્રિત કરાશે. દેશના અલગ-અલગ સ્થળેથી મોટી સંખ્યામાં વેપારીઓ સ્પાર્કલ એક્ઝિબિશનની મુલાકાત લેશે.

સુરત: સ્પાર્કલ– 21નું ભવ્ય આયોજન
સુરત: સ્પાર્કલ– 21નું ભવ્ય આયોજન

By

Published : Feb 10, 2021, 12:21 PM IST

  • સુરતમાં સ્પાર્કલ–21નું ભવ્ય આયોજન
  • સિન્થેટીક ડાયમંડ પણ કરવામાં આવી રહ્યા છે તૈયાર
  • મોટી સંખ્યામાં વેપારીઓ સ્પાર્કલ એક્ઝિબિશનની લેશે મુલાકાત

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી 20થી 22 ફેબ્રુઆરી 2021 દરમિયાન સરસાણામાં સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં ‘જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન’ સુરત સ્પાર્કલ–21નું ભવ્ય આયોજન કરવામાં આવશે. ચેમ્બર છેલ્લાં ત્રણ વર્ષથી B2B ધોરણે એક્ઝિબિશન કરી રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ તેને અભિગમને જાળવી રાખ્યો છે.

સુરતમાં સિન્થેટીક ડાયમંડ મેન્યુફેકચરર્સને ઘણો લાભ થશે

ચેમ્બર પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં ફિનીશ્ડ સિન્થેટીક ડાયમંડની આયાત ઉપર કસ્ટમ ડ્યૂટી વધારવાની જાહેરાત કરાઇ છે. જેને કારણે સુરતમાં સિન્થેટીક ડાયમંડ મેન્યુફેકચરર્સને ઘણો લાભ થશે. બીજી બાજુ, સોના અને ચાંદીની આયાત ઉપર કસ્ટમ ડ્યૂટી ઘટાડી છે. જેને પગલે જ્વેલરી મેન્યુફેકચરર્સને રાહત થશે અને ભારતમાં જ્વેલરી ઉદ્યોગને ડોમેસ્ટીક માર્કેટમાં ઘણો લાભ થશે અને સાથે જ જ્વેલરીની માંગમાં પણ વધારો થશે.

સિન્થેટીક ડાયમંડ પણ તૈયાર કરવામાં આવી રહયા છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ– 19 પછી દેશભરમાં પ્રથમ વખત સિન્થેટીક ડાયમંડનું પ્રમોશન યોજનાર સ્પાર્કલ પ્રદર્શનમાં થશે ત્યારે હીરા ઉદ્યોગ માટેનું વેલ્યુ એડીશન પણ સુરતમાં જ થનાર છે. કારણ કે સુરતમાં હવે નેચરલ ડાયમંડની સાથે સિન્થેટીક ડાયમંડ પણ બનાવવામાં આવી રહ્યા છે. સિન્થેટીક ડાયમંડ બનાવવા માટેની મશીનરી પણ સુરતમાં જ મેન્યુફેકચર થઇ રહી છે. થોડા મહિનાઓ બાદ સુરત ડાયમંડ બુર્સ ધમધમતું થઇ જશે. જ્યારે ગુજરાત હીરા બુર્સ પહેલાંથી જ સુરતમાં કાર્યરત છે. જેથી ડાયમંડ સિટી સુરત હવે નેચરલ અને સિન્થેટીક ડાયમંડ મેન્યુફેકચરીંગનું હબ બનવાની દિશા તરફ આગળ વધી રહયું છે. એના માટેનું તમામ ઇન્ફ્રાસ્ટ્રકચર જેવું કે સેઝ, કસ્ટમ, પોર્ટ અને એરપોર્ટ વગેરે સુરતમાં ડેવલપ થઇ ગયું છે.

સુરત: જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન

70 જેટલા જ્વેલરી મેન્યુફેકચરર્સ ભાગ લઇ રહ્યા છે

એક્ઝિબિશન ચેરમેન જયંતિ સાવલીયાએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શનમાં નેચરલ ડાયમંડ એન્ડ જ્વેલરી મેન્યુફેકચરર્સ, સિન્થેટીક ડાયમંડ એન્ડ મશીનરી મેન્યુફેકચરર્સ, સમગ્ર હીરા ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ ઉત્સાહ દાખવ્યો છે. સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસીએશનના સહયોગથી 70 જેટલા જ્વેલરી મેન્યુફેકચરર્સ ભાગ લઇ રહયા છે. આમ કુલ 150થી વધુ એકઝીબીટર્સ લુઝ ડાયમંડ, ડાયમંડ જ્વેલરી અને મશીનરીનું પ્રદર્શન કરશે.

સુરત નેચરલ અને સિન્થેટીક ડાયમંડની સાથે મશીનરી મેન્યુફેક્ચરીંગનું કેન્દ્ર

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ– 19 પછી જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ ઉભી નહીં થઈ શકે એવું લાગી રહ્યું હતું. પરંતુ અમેરિકા અને ચાઇના વચ્ચેના ટ્રેડવોરને કારણે મુંબઇથી જ્વેલરી મેન્યુફેકચરર્સ સુરતમાં સ્થળાંતરીત થઇ રહ્યા છે. જેનો સીધો લાભ સુરતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને થઇ રહ્યો છે. ડાયમંડ જ્વેલરીનું એક્સપૉર્ટ પણ સુરતથી વધી રહ્યું છે. આથી હવે સુરત નેચરલ અને સિન્થેટીક ડાયમંડની સાથે મશીનરી મેન્યુફેકચરીંગનું કેન્દ્ર બની રહયું છે. મોટી સંખ્યામાં વેપારીઓ સ્પાર્કલ એક્ઝિબિશનની મુલાકાત લેશે છે. સોશિયલ મિડિયા અને ડિજિટલ માર્કેટીંગના માધ્યમથી દેશના મુખ્ય શહેરો જેવા કે દિલ્હી, પંજાબ, ચંડીગઢ, ચેન્નાઇ, બેંગ્લોર, કોઇમ્બતુર, મુંબઇ, પૂણે તથા ગુજરાતના મુખ્ય શહેરો કે જ્યાં ડાયમંડ એન્ડ ડાયમંડ જ્વેલરીનું કન્ઝમ્પ્શન થાય છે ત્યાંના વેપારીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ તમામ સ્થળેથી મોટી સંખ્યામાં વેપારીઓ સ્પાર્કલ એક્ઝિબિશનની મુલાકાત લેશે.

ABOUT THE AUTHOR

...view details