સુરત:રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સુરત સિવિલ હોસ્પિટલ ખાતેસચીન GIDC (Surat Gas Leakage 2022) ગેસ લીકેજના કારણે અસરગ્રસ્ત દર્દીઓની મુલાકાત લેવા માટે પહોંચ્યા (Harsh Sanghvi Visit Surat Civil ) હતા, તેમની સાથે હોસ્પિટલના તમામ ડોક્ટરો તથા શહેર પોલીસનો કાફલો પહોંચ્યો હતો. તેમણે તમામ અસરગ્રસ્ત દર્દીઓને ન્યાય મળે તેઓ વિશ્વાસ અપાવ્યો હતો, ત્યારબાદ તેમણે પોતાના જન્મદિવસ નિમિત્તે 37 જેટલી ટ્રાઈસાઇકલ અને વ્હીલચેર જરૂરિયાત મંદ લોકોને આપી હતી.
રાજ્ય સરકાર તરફથી તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સચીનમાં જે રીતે ગેસ લીકેજ ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા પડ્યા છે. પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીના હિસાબે ઝડપથી બીજા જે કોઈ ત્યાં પીડિત હતા, ગેસના કારણે તેઓનો શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, તેવા લોકોને સુરત પોલીસે ઝડપથી સિવિલ હોસ્પિટલમાં પોંહચાડવાની કામગીરી કરી છે, અને જે લોકો વેન્ટિલેટર પર હતા તે તમામ દર્દીઓ વેન્ટિલેટર માંથી હવે મુક્ત થયા છે, અને અમને વિશ્વાસ છે કે એ તમામ લોકો ઝડપથી સાજા થઈને પોતાના ઘરે પરત ફરશે. આ તમામ લોકોને બચાવા માટે રાજ્ય સરકાર તરફથી તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઇને તપાસ કરવામાં આવી રહી છે
તેમને વધુમાં જણાવ્યું હતું કે, ઘટનામાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, અને આ ઘટનામાં જે લોકો સામેલ હતા તેમાં 4 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. રાજ્યની જનતાને અને ખાસ કરીને જે કોઈ પીડિત લોકો છે. જેમણે પોતાના પરિજનોને ગુમાવ્યા છે. એ તમામ લોકોને વિશ્વાસ અપાવું છું કે સુરત પોલીસ દ્વારા આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઇને તપાસ કરવામાં આવી રહી છે. આમાં સામેલ તમામ લોકોને પકડવામાં આવશે અને ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો આમાં દાખલ કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં આમાં સામેલ જે કોઈ બ્રોકરો છે. કે પછી જે કોઈ ટેન્કરની કંપનીઓ છે અને જેને આ માલ આપ્યો છે તે તમામ લોકોએ જે આ કૃત્યમાં પોતાનો ભાગ ભજવ્યો છે. એ તમામ ઉપર એકદમથી કડક પગલાં ભરવામાં આવશે અને ઝડપથી તમામ લોકોને ન્યાય આપવાની કામગીરી સુરત પોલીસ દ્વારા કરવામાં આવશે.