ખોટા ઓળખ પત્રો પર બેંક લોન લઈ મોંઘી વસ્તુઓ ખરીદનાર આરોપી ભાવેશએ ફરિયાદ કરનાર વિશાળ મનુ રામાયણના નામનું પાન કાર્ડ અને નકલી ચૂંટણી કાર્ડ બનાવી તેના માધ્યમથી પંજાબ નેશનલ બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું. આરોપીએ ફરિયાદીના નામના નકલી દસ્તાવેજ બનાવી તેમા પોતાનો ફોટો લગાવી દીધો હતો જેના કારણે કોઇને શંકા ન જાય. આરોપી સરથાનાની બેંકમાં એક એક્ટિવા ખરીદવા માટે પીએનબી બેંકમાં 61 હજાર રૂપિયા લોન માટે દરખાસ્ત મૂકી હતી પરંતુ, જ્યારે બેંકે વેરિફિકેશન કર્યું ત્યારે જાણવા મળ્યું હતું કે તેને અન્ય બે એજન્સી પાસેથી પણ ટુ વ્હીલરની લોન લીધી છે જેથી બેંકે ખોટા ઓળખ પત્રો સાથે આરોપીની સરથાનાની એજન્સીનું વેરીફિકેશન કરવા જણાવ્યુ હતું અને વેરિફિકેશનમાં તેની પોલ ખૂલી ગઈ હતી.
ખોટા ઓળખ પત્રો પર બેંક લોન લઈ મોંઘી વસ્તુઓ ખરીદનાર આરોપી ઝડપાયો - bank loan news
સુરત: શહેરના સરથાણાની બેંકમાં એક વ્યક્તિ એક્ટિવા ખરીદવા માટે પીએનબી બેંકમાં 61 હજાર રૂપિયાની લોન લેવા માટે દરખાસ્ત મુકતા વેરિફિકેશન કરાયું હતું. જેમા તે વ્યક્તિએ બીજાના આઈડી પર પોતાનો ફોટો લગાવી ફેક ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાની પોલ છતી થઈ હતી. જેમા જાણવા મળ્યું હતું કે, ખોટા ઓળખ પત્ર પર બેંક લોન લઈ મોંઘી વસ્તુઓ ખરીદનાર આરોપી ભાવેશ ભઠાડીયાએ અગાઉ પણ બે એજન્સી પાસેથી લોન લિધેલી છે. જેથી ખોટા ઓળખ પત્રો સાથે આરોપીને સરથાણા પોલીસને હવાલે કરાયો હતો.
Surat Fraud
આરોપી ભાવેશ ભઠાડીયા અન્ય યુવકના આઈડી પર પોતાનો ફોટો મૂકી ઓળખના પુરાવા તરીકે અનેક જગ્યાઓ ઉપર ઉપયોગ કર્યો છે જેમાં તેણે બે ટુ વ્હીલર, વોશિંગ મશીન સહિતની વસ્તુઓ ખરીદી છે. મહત્વનુ છે કે, પંજાબ બેકમાં પણ આરોપીએ પોતાનુ ખાતુ ખોલાવ્યુ છતાં કોઈને શંકા ગઈ ન હતી. બેંક દ્વારા પણ પુરાવા અંગે કોઈ યોગ્ય ખરાઈ કરવામાં આવી ન હતી. જો કોઈ વ્યક્તિ અન્ય યુવકને પોતાન ઓળખ ના પુરાવા આપે છે તો આ કિસ્સો લાલબત્તી સમાન છે.