- બારડોલીમાં 0.8 ઇંચ વરસાદ
- પલસાણામાં 2.8 ઇંચ
- વરસાદથી ખેડૂતપુત્રોમાં ખુશીની લહેર
બારડોલી :આજે( 24 જૂન ) વટસાવિત્રી નિમિત્તે સુરત જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જિલ્લા મોટા ભાગના તાલુકાઓમાં બુધવારે રાતથી જ મેઘમહેર શરૂ થઈ ગઈ હતી. કામરેજ તાલુકામાં રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીમાં 115 મિમી એટલે કે અંદાજીત સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. જેને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા.
બારડોલીમાં 0.8 ઇંચ તો પલસાણામાં 2.8 ઇંચ વરસાદ
બારડોલી તાલુકામાં રાત્રી દરમ્યાન 6 મિમી અને સવારે 6 થી 10 વાગ્યા દરમ્યાન 14મિમી એટલે કે 20 મિમી એટલે કે કુલ 0.8 ઇંચ વરસાદ થયો હતો. બીજી તરફ પલસાણા તાલુકામાં પણ મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો હતો. રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી 26મિમી અને સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 45 મિમી મળી કુલ 71 મિમી એટલે કે 2.8 ઇંચ વરસાદ પડ્યો હતો. એ જ રીતે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થયો હોવાના અહેવાલ છે.
સતત વરસાદથી જનજીવન પ્રભાવિત