- Surat Fire Department દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી
- Fire Safety સંસાધનો ન હોવાથી 18 હોસ્પિટલ્સ સીલ
- આગામી સમયમાં પણ કામગીરી હાથ ધરવામાં આવશે
સુરત: શહેરમાં હોસ્પિટલ્સ કે કોમર્શિયલ બિલ્ડીંગ્સ હોય કે શોપિંગ કોમ્પ્લેક્સ, ભૂતકાળમાં આગની ઘટનાઓ બની ગઈ છે અને કેટલા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારબાદ સુરત ફાયર ડિપાર્ટમેન્ટ ( Surat Fire Department ) દ્વારા મોડીરાત્રે 18 હોસ્પિટલ્સ અને 2 શોપિંગ કોમ્પ્લેક્સને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અપૂરતા Fire Safety સંસાધનો હોવાથી Surat Fire Department દ્વારા 18 હોસ્પિટલ્સ સીલ કરાઈ 18 હોસ્પિટલ્સ અને 2 કોમ્પ્લેક્સને સીલ મારવામાં આવ્યા
સુરતમાં મોડીરાત્રે સુરત ફાયર ડિપાર્ટમેન્ટ ( Surat Fire Department ) દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ફાયર વિભાગની અલગ-અલગ ટીમ દ્વારા કુલ 18 હોસ્પિટલ્સ, જેમને 1થી 2 વખત Fire NOC અને ફાયર સેફ્ટીના સંસાધનો માટે નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં હોસ્પિટલ્સ દ્વારા અપૂરતા સંસાધનો રાખ્યા હોવાથી ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા મોડીરાત્રે 18 હોસ્પિટલ્સ અને બે કોમ્પ્લેક્સને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જાણો શું કહે છે અડાજણના Fire Officer ?
સુરતના અડાજણ Fire Officer ઈશ્વર.એમ.પટેલે જણાવ્યું કે, રાંદેરની શ્રીનાથ કોમ્પ્લેક્સને 4 વાર નોટિસ આપી તેમ છતાં હાજી સુધી પૂરતા સાધનો વસાવી શક્યા નથી. આ પહેલા જયારે નોટિસ આપી હતી, ત્યારે હાલમાં ચાલી રહેલા કોરોનાકાળને લીધે ડેપ્યુટી કમિશનરના આદેશ મુજબ તેમને Fire Department દ્વારા રાહત આપવામાં આવી હતી, પરંતુ હજી પણ એવું ને એવુ જ છે. હાલ Fire Department દ્વારા શ્રીનાથ કોમ્પ્લેક્સની 78 જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે અને ફાયર ના સંસાધનો જામ થઇ ગયા છે.