ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં જર્જરિત ફાયર સ્ટેશન પત્તાના મહેલની જેમ કરાયું ધરાશાયી

સુરતના મજુરાગેટ ખાતે જર્જરિત હાલતમાં ગ્રાઉન્ડ સાથે ત્રણ માળનું બિલ્ડીંગ ધરાવતા મજુરા ફાયર સ્ટેશનની છેલ્લા 2 વર્ષથી ડિમોલીશનની ચર્ચાઓ ચાલતી હતી. આ ચર્ચાઓ વચ્ચે આજે મંગળવારે ફાયર વિભાગ દ્વારા બિલ્ડીંગ ઉતારી પાડવામાં આવ્યું હતું. અધિકારીઓએ ડીમોલીશન પહેલા બન્ને બાજુના રસ્તાઓ બંધ કરીને આ કામગીરી હાથ ધરી હતી અને પત્તાના મહેલની જેમ બિલ્ડીંગને ઉતારી પાડવામાં આવ્યું હતું.

સુરતમાં જર્જરિત ફાયર સ્ટેશન પત્તાના મહેલની જેમ કરાયું ધરાશાયી
સુરતમાં જર્જરિત ફાયર સ્ટેશન પત્તાના મહેલની જેમ કરાયું ધરાશાયી

By

Published : Sep 21, 2021, 7:51 PM IST

  • મજુરાગેટ ફાયર સ્ટેશનનું જર્જરિત બિલ્ડીંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
  • ફાયર વિભાગ દ્વારા જર્જરિત બિલ્ડીંગને ફોક્લેન મશીનથી પાડી દેવામાં આવ્યું
  • બિલ્ડીંગને ધરાશાયી થતી જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા

સુરત: મજુરાગેટ ખાતે આવેલા મજુરા ફાયર સ્ટેશનનું બિલ્ડીંગનું આજે મંગળવારે ડીમોલીશ કરવામાં આવ્યું હતું. અત્યાધુનિક ટેક્નોલોજીથી પત્તાના મહેલની જેમ ધડાકાભેર બિલ્ડીંગને ઉતારી પાડવામાં આવ્યું હતું. ફાયર સ્ટેશનનું બિલ્ડીંગ જર્જરિત થયું હોવાથી મ.ન.પા. દ્વારા ઉતારી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સુરતમાં જર્જરિત ફાયર સ્ટેશન પત્તાના મહેલની જેમ કરાયું ધરાશાયી

ટેક્નોલોજીની મદદથી સીધું જ બિલ્ડીંગ નીચે બેસાડી દેવામાં આવ્યું

મજૂરા ગેટના ઈન્ચાર્જ ફાયર ઓફિસર નિલેશ દવેએ જણાવ્યું હતું કે, ફોક્લેન મશીનની મદદથી સૌ પ્રથમ બિલ્ડીંગના પીલરને વાઈબ્રેટ કરીને નબળા કરી દેવામાં આવ્યાં હતાં. આ મશીનની ટેક્નોલોજીની મદદથી સીધું જ બિલ્ડીંગ નીચે બેસાડી દેવામાં આવ્યું હતું. આ ડીમોલીશનનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, બિલ્ડીંગને ધડાકાભેર ઉતારી પાડવામાં આવ્યું હતું.

કોરોનાના કારણે કામગીરી અટકી પડી હતી

ઉલ્લેખનીય છે કે, મજુરાગેટ ફાયર સ્ટેશનનું બિલ્ડીંગ ઘણા સમયથી જર્જરિત થયું હતું અને તેને ઉતારી પડવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો, પરંતુ કોરોનાના કારણે કામગીરી અટકી પડી હતી અને આખરે આજે મંગળવારે આ બિલ્ડીંગને ઉતારી પાડવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details