ગુજરાત

gujarat

ETV Bharat / city

યુક્રેનથી ઓનલાઈન સટ્ટા રેકેટ સુરતથી ઝડપાયું, સેન્ટ્રલ એજન્સીઓની મદદથી પકડશે માસ્ટર માઈન્ડને

સુરત ઇકોનોમિક સેલ દ્વારા ગેરકાયદેસર આર્થિક વ્યવહારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલનાર ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટિંગ માટે ડમી એકાઉન્ટ બનાવીને કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આ સમગ્ર રેકેટમાં યુક્રેનથી (Surat Economic Cell busted Online betting Racket) ચાલી રહ્યું હતું. જેનો ગેરકાયદેસર આર્થિક વ્યવહારનો પર્દાફાશ ( Online betting Racket from Ukraine ) કર્યો છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

યુક્રેનથી ઓનલાઈન સટ્ટા રેકેટ સુરતથી ઝડપાયું, સેન્ટ્રલ એજન્સીઓની મદદથી પકડશે માસ્ટર માઈન્ડને
યુક્રેનથી ઓનલાઈન સટ્ટા રેકેટ સુરતથી ઝડપાયું, સેન્ટ્રલ એજન્સીઓની મદદથી પકડશે માસ્ટર માઈન્ડને

By

Published : Oct 3, 2022, 10:59 PM IST

સુરતઇકોનોમિક સેલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલનાર ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટિંગ માટે ડમી એકાઉન્ટ બનાવીને કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હતા. મની લોન્ડરિંગ (Surat Money Laundering Case ) પ્રકરણનો મોટો ખુલાસો કર્યો છે. પોલીસને ડમી બેન્ક એકાઉન્ટ (Dummy bank account), ડેબિટ કાર્ડ , ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને સીમ કાર્ડ મળી આવ્યા છે. આ સમગ્ર રેકેટમાં યુક્રેનથી (Online cricket betting betting from Ukraine) ચાલી રહ્યું હતું. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. માસ્ટર માઈન્ડની શોધખોળમાં છે. જોકે આ સમગ્ર મામલે સેન્ટ્રલ એજન્સીઓની પણ મદદ સુરત પોલીસ લેશે.

ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગ માટે ડમી એકાઉન્ટ બનાવીને કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન કરી મની લોન્ડરિંગ પ્રકરણનો મોટો ખુલાસો કર્યો છે.

ગેરકાયદેસર આર્થિક વ્યવહારનો પર્દાફાશસુરત ઇકોનોમિક સેલ (Surat Economic Cell) દ્વારા ગેરકાયદેસર આર્થિક વ્યવહારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. યુક્રેનથી ઓપરેટ થતું ઓનલાઈન સટ્ટા બેટિંગ સુરતથી ઝડપાયું છે. સુરતમાં આર્થિક ટ્રાન્ઝેક્શનનું મોટું કૌભાંડઝડપાયું (Online betting caught from Surat) છે. બોગસ દસ્તાવેજો પર આખો રેકેટ (Racket over bogus documents) ચાલી રહ્યો હતો. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

ફોનના સીમકાર્ડ મેળવીને બેન્ક એકાઉન્ટ લોગીન આરોપીઓ ડીંડોલી વિસ્તારમાં દુકાન ચલાવતા હતા. જેમાંથી આરોપી હરેશ તથા ઋષિકેશ મળી અલગ અલગ વ્યક્તિઓ પાસે તેમના નામના ઓળખના પુરાવો મેળવી તેમના નામના પોતે રાખેલા દુકાનના ભાડા કરાર તૈયાર કરતા હતા. તેઓ દુકાન માલિકના નામની ખોટી સહીઓ કરી ઓળખના પુરાવો તેમજ ખોટી સહીવાળા ભાડા કરારનો ઉપયોગ કરી ગુમાસ્તાધારા હેઠળ ડમી પેઢીઓના નામે લાયસન્સ મેળવી લેતા હતા. એટલું જ નહીં તેના આધારે અલગ અલગ બેંકમાં અન્ય વ્યક્તિઓના નામના એકાઉન્ટ ખોલાવી મોબાઈલ ફોનના સીમકાર્ડ મેળવીને બેન્ક એકાઉન્ટ લોગીન કરતા હતા.

એક એકાઉન્ટ માટે 50000 રૂપિયાઆરોપીઓ સીમકાર્ડનું ગેરકાયદેસર રીતે ઇન્ટરનેશનલ ગેમ્સ ફૂટબોલ કેસીનો (International Games Football Casino), ક્રિકેટ ટેનિસ, લોંગ ટેનિસ, જેવી રમતો પર બેટિંગ એપથી મેળવેલા નાણા માટે ટ્રાન્જેક્શન હેતુઓમાં ઉપયોગ કરતા હતા. અન્ય આરોપી હુઝેફા નામના વ્યક્તિ એમને એક એકાઉન્ટ માટે 50000 રૂપિયા આપતો હતો. હુઝેફાની સાથે પોલીસે રાજશા નામના વ્યક્તિની પણ ધરપકડ કરી છે. પોલીસે આ તમામ આરોપીઓ પાસેથી 16 બેન્ક એકાઉન્ટ તથા ખોટા ભાડા કરારો, 09 બનાવટી પેઢીના નામના બોર્ડ, 06 બેનરો તેમજ 08 અલગ અલગ બેંકની પાસબુક, ચેકબુક,75 અલગ અલગ કંપનીના સીમકાર્ડ, 30 વ્યક્તિઓના નામના આધાર કાર્ડ અને 8 પાનકાર્ડ સહિત 53 ડેબિટ કાર્ડ તેમજ અલગ અલગ ફોર્મના પ્રોપરાઇટર અંગેની 25 સિક્કાઓ કબજે કર્યા હતા.

ત્રણ એકાઉન્ટમાં 12 કરોડની રકમનું ટ્રાન્જેક્શનઆ સમગ્ર મામલે પોલીસ કમિશનર (સુરત પોલીસ કમિશનર) અજય તોમરે એ જણાવ્યું હતું કે, આરોપી હરિસ તથા ઋષિકેશ જરૂરિયાતમંદ વ્યક્તિઓને આશરે 5000 રૂપિયા આપી ડોક્યુમેન્ટ મેળવતો હતો. બનાવટી ભાડા કરાર આધારે MMCમાં અસ્તિત્વમાં નથી. તેવી પેઢીઓના ભાગે ગુમાસ્તા લાયસન્સ મેળવતા હતા. બેન્ક એકાઉન્ટ ખોલાવી ફોટા આધાર કાર્ડ અને સીમકાર્ડના નંબર રજીસ્ટર કરાવીને આ લોકો સમગ્ર ઘટનાને અંજામ આપતા હતા. પોલીસને ત્રણ એકાઉન્ટમાં 12 કરોડની રકમનું ટ્રાન્જેક્શન સામે આવ્યું છે. આ કેસ મની લોન્ડરિંગના હોવાનું કારણે અને એજન્સીઓને પણ જાણ કરવામાં આવશે. યુક્રેનથી ફોન પર મળતી સૂચનાના આધારે આ લોકો સમગ્ર ઘટનાને અંજામ આપી રહ્યા હતા. આ કેસમાં હજુ પણ કેટલાક લોકો સામેલ છે. આ અંગે અમે તપાસ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details