સુરતઃ શહેરના અલગ અલગ સ્થળોએ ATMમાં છેતરપિંડી કરતા આરોપી અબ્દુલ રફીલ સમસદાનખાનને સ્થાનિકોએ (ATM Froud in Surat) પકડી પાડ્યો હતો. ત્યારબાદ આરોપીને પોલીસને સોંપવામાં આવ્યો હતો. આરોપી અબ્દુલ મુંબઈથી સુરત આવીને ATMમાં છેતરપિંડી કરતો હતો. ત્યારે ડિંડોલી પોલીસે (Complaint at Dindoli Police Station) આરોપીની ધરપકડ કરી (Dindoli Police arrested Accused of ATM fraud) વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ પોલીસે આરોપી પાસેથી 24 જેટલા ATM કાર્ડ કબજે કર્યા છે.
આરોપી લોકોની નજર ચૂકવીને જાણી લેતો પાસવર્ડ ATMમાં છેતરપિંડીના કિસ્સા વધ્યા - શહેરમાં ઘણા સમયથી ATM ફ્રોડની ઘટનાઓ તથા ATMમાં જતા લોકો પાસે કાર્ડ બદલવાનો કિસ્સો સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા ATM મશીનમાં પૈસા કાઢવા ગયેલા ભાઈબહેન સાથે 5,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ બંને લોકો ડિંડોલીના ચિતા ચોક પાસે આવેલા ATMમાં પૈસા ઉપાડવા ગયા હતા. તેમણે છેતરપિંડી અંગે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Complaint at Dindoli Police Station) પણ નોંધાવી હતી.
ડિંડોલી પોલીસે આરોપીની કરી ધરપકડ આ પણ વાંચો-બોગસ ડિગ્રી સર્ટિફિકેટ બનાવનારી ગેંગનો પોલીસે કર્યો પર્દાફાશ
આરોપી લોકોની નજર ચૂકવીને જાણી લેતો પાસવર્ડ - તો ATMમાં કેટલાક લોકોની નજર આરોપી અબ્દુલ રફીલ સમસદાન ખાન પર પડી હતી. સાથે જ લોકોએ આરોપી પર વોચ ગોઠવી પોલીસને (Dindoli Police arrested Accused of ATM fraud) જાણ કરી હતી. ત્યારબાદ ડિંડોલી પોલીસે ATM પર આવીને આરોપીને પકડી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા તેની પાસે 24 જેટલા ATM કાર્ડ મળી આવ્યા હતા. આરોપી અબ્દુલ મુંબઈથી સુરતમાં આવીને ATM કાર્ડની ચોરી કરતો હતો.
આ પણ વાંચો-Arrest of Cheating accused in Surat : વીરપુરના જલારામમંડળના મુખીયા બની વેપારીને ચૂનો ચોપડી રફુચક્કર થનાર વૃદ્ધ ઝડપાયો
આરોપી મૂળ મુંબઈનો રહેવાસી - આ બાબતે ડિંડોલી પોલીસે (Dindoli Police arrested Accused of ATM fraud) જણાવ્યું હતું કે, આરોપીનું નામ અબ્દુલ રફીલ સમસદાનખાન છે. તે મુંબઈના બોરીવલીનો રહેવાસી છે. તે ઘણા સમયથી મુંબઈથી સુરત આવીને ATM મશીનમાં જઈને જે લોકો પૈસા કાઢવા આવતા હતા. તેમનો પાસવર્ડ જોઈ લેતો હતો. ત્યારબાદ તેમને મદદ કરવાના બહાને તેમનું ATM કાર્ડ બદલી નાખતો હતો. ત્યારબાદ કાર્ડમાં પહેલા બેલેન્સ જોતો હતો. ત્યારબાદ પૈસા કાઢી લેતો હતો. અત્યારે પોલીસે આરોપી પાસેથી 24 ATM કાર્ડ જપ્ત કર્યા છે.
વૃદ્ધ અને મહિલાઓને બનાવતો હતો ટાર્ગેટ -પોલીસે જણાવ્યું હતું કે, આરોપી ATMની બહાર ઊભો રહી પહેલા રેકી કરતો હતો. ત્યારબાદ કોઈ વૃદ્ધ અને મહિલાઓ ATMમાં આવે ત્યારે તેમની પાસે જઈને કાર્ડની અદલાબદલી કરી લેતો હતો. તેણે સુરતમાં જ નહીં પણ મુંબઈ અને અન્ય રાજ્યોમાં પણ આ રીતે જ છેતરપિંડી કરી (ATM Froud in Surat) છે. પહેલા આરોપી લાઈનમાં ઊભા રહીને લોકોનો ATMનો પાસવર્ડ જાણી લેતો હતો. જોકે, અત્યારે આરોપીની પૂછપરછ ચાલી રહી છે. અત્યારે તેની પાસેથી જે કાર્ડ મળ્યા છે. તેમાંથી તેણે 6 જેટલી છેતરપિંડી (ATM Froud in Surat) કરી છે.