ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાના વધી રહેલા કેસના કારણે હીરા ઉદ્યોગમાં ભયનો માહોલ

ચીન અને હોંગકોંગ ,આ હાલ કોરોનાનો કેહર વધ્યો છે. જેનાથી સુરતના હીરાના વેપારીઓની(Surat Diamond Traders) ચિંતામાં વધારો થયો છે. જો વેપારીવર્ગને તેમના પેમેન્ટને લઈને જે આંતરરાષ્ટટ્રીય બજારમાં ડોલરના(Corona case and Dollar Strength) ભાવ વધતા ચિંતા વધી છે. ચાલો જનિયતે સુ વિચારી રહ્યા છે. આ સુરતના હીરા ઉદ્યોગના વેપારીઓ.

વધી રહેલા કોરોના કેસ અને ડોલરની મજબૂતાઇના કારણે સુરતના હીરાના વેપારીઓ થયા ચિંતાતુર, શું થશે અસરો?
વધી રહેલા કોરોના કેસ અને ડોલરની મજબૂતાઇના કારણે સુરતના હીરાના વેપારીઓ થયા ચિંતાતુર, શું થશે અસરો?

By

Published : Jun 14, 2022, 9:45 PM IST

સુરત:ચીન સહિત હોંગકોંગમાં હાલ કોરોનાના કેસો વધી રહ્યા છે. ચીનના કેટલાક પ્રાંતમાં લોકડાઉનનો અમલ શરૂ થયો હોવાથી, સુરતના હીરાના વેપારીઓની ચિંતા(Corona case affects Diamond Market) વધી છે. લોકડાઉનનો સખત અમલ કરવામાં આવે તો, વેપારને ફરી અસર થવાની ભીતિ વેપારી વર્ગને છે. સુરતના વેપારીઓ માની રહ્યા છે કે, ત્યાંની પરિસ્થિતિના કારણે પેમેન્ટ(Corona case and Dollar Strength) પાર અસર થશે.

રૂપિયા ની સામે ડોલર મજબૂત થતાં પણ વેપારીઓ ચિંતાતુર છે.

આ પણ વાંચો:કોરોનાનો ફટકો પડતા ફટાકડાના વેપારીઓ ચિંતાતુર, દીવાળી સારી જાય તેવી અપેક્ષા...

હોંગકોંગમાં હજુ આગાઉનો માલ વેચાયો નથી -કોરોના કેસોની જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે કોરોના તે સમયગાળામાં બે મહિના ચીન બંધ હતું, ત્યારે ઘણાનો માલ કસ્ટમમાં અટવાયો(Goods stuck in customs) હતો. કોરોનાના કેસો વધતા ફરી એક વખત ચીનમાં કામકાજને થોડી અસર થઈ છે. ડરનો માહોલ પણ છે. હોંગકોંગમાં રોજના 700-800 કેસો નવા આવી રહ્યા છે. આ અગાઉ હજી માલ વેચાયો નથી. જૂન મહિનો ખૂબ જ ઠંડો રહેતો હોય છે. ગ્રાહકોમાં માલની પૂછપરછો છે. વેપારી વર્ગ જુલાઈના અંતથી કામકાજમાં તેજી આવવાની ગણતરી રાખી રહ્યો છે. બીજી બાજુ રૂપિયાની સામે ડોલર મજબૂત(Dollar strengthens against rupee) થતાં પણ વેપારીઓ ચિંતાતુર છે.

ડોલર 78ની સપાટી કુદાવી ગયું - જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વેસ્ટર્ન ઝોન ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે ખાસ કરીને હોંગકોંગ અને ચીનમાં કોરોનાના કેસોની અંદર ધીમે ધીમે વધારો થતો જઈ રહ્યો છે. ભારતનો મુખ્ય ડાયમંડનો વેપાર ચાઇના અને હોંગકોંગ સાથે મોટા પ્રમાણમાં થાય છે ત્યાં ખૂબ જ કડક નિયમો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે પણ પેમેન્ટની પદ્ધતિ હોય છે તે ડોલરમાં થતી હોય છે. હાલ ચાઇના અને હોંગકોંગમાં કેસો વધી રહ્યા છે અને લોકડાઉનની પરિસ્થિતિ ઊભી થઇ છે. જેને કારણે ભયનો માહોલ છે.

આ પણ વાંચો:પ્રથમ વખત અમેરિકી ડોલર સામે રૂપિયો 78 ની નીચે ગબડ્યો

બીજી સમસ્યા ડોલર રૂપિયાની સામે મજબૂત - રૂપિયાની સામે મજબૂત થતો જાય છે. આજે 78ની સપાટી કુદાવી ગયું છે. એ હીરા ઉદ્યોગ માટે ઘાતક રૂપ સાબિત થશે. જે લોકો ઈમ્પોર્ટ ડોલરમાં કરે છે અને વેચાણ રૂપિયામાં કરે છે. એમની માટે ખૂબ મોટી મુશ્કેલીઓ ઊભી થશે એવું વધારે દેખાય છે.

ABOUT THE AUTHOR

...view details