સુરત: સુરત ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse)નો પરિપત્ર હાલ વિવાદમાં છે. સુરત ડાયમંડ બુર્સે પોતાના મેમ્બરને બોર્ડના મેઇન્ટેનન્સ (Surat Diamond Bourse Maintenance Charges) ચાર્જીસમાં 6 મહિના સુધી સો ટકા રાહત આપવા બદલ શરત મૂકી છે કે પોલિશ ડાયમંડનું વેચાણ ફક્ત સુરત ડાયમંડ બુર્સમાંથી જ કરવું. મુંબઈ મોકલી વેચાણ કરશે તેવા મેમ્બરને મેઇન્ટેનન્સ ચાર્જીસમાં રાહત આપવામાં આવશે નહીં.
ડાયમંડ બુર્સની કમિટી આ નિર્ણય લેવામાં આવ્યો
મુંબઈની જગ્યાએ સુરત ડાયમંડ જ્વેલરીના વેચાણ (Sale of Diamond Jewelery in Surat)નું હબ બને તે માટે અનેક પ્રયાસો સુરત ડાયમંડ બુર્સદ્વારા કરવામાં આવી રહ્યા છે. 3000 કરોડ રૂપિયાથી પણ વધુના ખર્ચે સુરતના ખજોદ ખાતે ડાયમંડ બુર્સ (Construction cost of Diamond Bourse Surat) તૈયાર થઈ રહ્યું છે. સુરત ડાયમંડ બુર્સમાં ડાયમંડ ટ્રેડિંગ (Diamond Trading Surat) અને તેની સાથે સંકળાયેલા ધંધાઓ ઝડપથી શરૂ થાય તે ઉદ્દેશથી ડાયમંડ બુર્સની કમિટી (Diamond Bourse Committee) દ્વારા એક અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:Surat diamond bourse: છઠ્ઠા માળેથી રોપ-વેનો ઝૂલો તૂટતાં 3 મજૂરો પટકાયા, એકનું મોત