સુરતઃ શહેરમાં ડાયમંડ બૂર્સને કાર્યરત્ ક૨વાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી (Surat Diamond Bourse ready) રહી છે. તેવામાં આગામી 5 જૂને હીરા બૂર્સ ખાતે ગણેશ સ્થાપના (Ganesh Sthapana at Surat Diamond Bourse) કરાશે. સાથે જ 4,200 સભ્યો હીરા બૂર્સના હોવાથી 4,200 દીવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે આ દિવસે ડાયમંડ બૂર્સ આખું દીવડાઓના પ્રકાશથી ઝગમગી (Maha Aarti at Diamond Bourse) ઉઠશે. જોકે, સુરત ડાયમંડ બૂર્સના નિર્માણનું કામ 100 ટકા પૂર્ણ થઈ (Surat Diamond Bourse ready) ગયું છે.
આ પણ વાંચોઃસુરત: 200 ડાયમંડ કંપનીઓ પર કોપીરાઈટની કાર્યવાહી, એસો. કરશે સરકારને રજૂઆત
બૂર્સને ઝડપથી કાર્યરત્ કરવા પ્રયાસ -સુરત ડાયમંડ બૂર્સના સભ્ય દિનેશ નાવડીયાએ (A Member of Surat Diamond Bourse Dinesh Nawadia) જણાવ્યું હતું કે, હીરા બૂર્સને ઝડપથી કાર્યરત્ કરવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં કેટલીક ઓફિસોના ફર્નિચરના કામ પૂર્ણ થઈ ગયા છે અને કેટલીક ઓફિસોમાં ગણતરીના દિવસોમાં કામ પૂર્ણ થઈ જશે. આ તમામની વચ્ચે વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના ધામધૂમથી હીરા બૂર્સમાં કરાશે. આ માટે 5 જૂને પૂજા વિધિ પણ કરાશે.