- સુરત ડાયમંડ બુર્સમાં રેડિયન કૂલિંગ માટે 3.40 લાખ મિટર પાઈપનું ઈન્સ્ટોલેશન
- ફ્લોરનું તાપમાન બહારના ટેમ્પરેચરથી 5 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહેશે
- પાણીને પંપીંગ કરીને ફ્લોરની અંદરની પાઇપ સુધી પહોંચાડાશે
સુરત : વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ હબ બનવા જઇ રહેલા સુરતના ડાયમંડ બુર્સમાં રેડિયન કૂલિંગ વાપરવામાં આવી રહ્યું છે. આ દેશનું સૌથી મોટું રેડિયન્ટ કૂલિંગ ઈન્સ્ટોલેશન છે. કૂલિંગ ટાવરના ડિસ્ચાર્જ વોટરને પંપીંગના માધ્યમથી પાઇપની અંદર જોડવામાં આવશે. જેના કારણે ફ્લોરનું તાપમાન બહારના ટેમ્પરેચરથી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓછું રહેશે. ગ્રીન બિલ્ડિંગની ખાસિયત હોય છે. સુરત ડાયમંડ બુર્સમાં કુલ રેડિયન કૂલિંગ માટે 3.40 લાખ મિટર પાઈપનું ઈન્સ્ટોલેશન થયું છે.
દેશનું સૌથી મોટું રેડિયન્ટ કૂલિંગ ઈન્સ્ટોલેશન ધરાવે છે સુરત ડાયમન્ડ બુર્સ 3.40 લાખ મીટર પાઇપનું ઈન્સ્ટોલેશન છે
તેમણે વધુમાં કહ્યું હતું કે,પાણીને ઠંડુ અથવા તો ગરમ થવામાં સમય લાગે છે દાખલા તરીકે જો પાણીને ઠંડુ કરવામાં આવ્યું હોય તો તે વધારે સમય ઠંડું રહે છે. આવી જ રીતે જો પાણી ગરમ હોય તો વધારે સમય સુધી ગરમ રહે છે. અમે સુરત ડાયમંડ બુર્સમાં જેટલા ચિલર સિસ્ટમ છે. જે ઓફિસની અંદર સેન્ટ્રલાઈઝ એસી છે તેનું ડિસ્ચાર્જ વોટર છે. તે કૂલિંગ ટાવરમાં આવે છે અને કૂલિંગ ટાવરથી જેટલો પણ ટેમ્પરેચર ઓછો થાય છે. આ પાણીને પંપીંગ કરીને ફ્લોરની અંદર જે પાઇપ લગાડવામાં આવી હોય છે. જે 3.40 લાખ મીટર પાઇપ છે. તે પાઈપની અંદર મોકલીએ છીએ. આ પાણીનું જે ટેમ્પરેચર હોય છે. તે બહારના પાણી કરતા ઠંડુ હોય છે. જે સપાટીને ઠંડું કરે છે. જેથી તેને ગરમ થવામાં સમય લાગે છે. જે સ્ટોર એનર્જી છે તેનો ઉપયોગ અમે સુરત ડાયમંડ બુર્સમાં કરી રહ્યા છે.
સાત કૉર છે, તે ગરમ થશે નહીં
આ સાથે તેમણે જણાવ્યું હતું કે, તમામ ઓફિસમાં સેન્ટ્રલ AC અને ચિલર પોઇન્ટ આપવામાં આવ્યો છે. જ્યારે લોકો ઓફિસથી બહાર નીકળશે, તો લોકોને ડ્રાસ્ટીક ચેન્જ નહીં લાગે. સુરત ડાયમંડ બુર્સ ગ્રીન બિલ્ડિંગ માટે હાઈએસ્ટ રેટિંગ IGBCની અંદર પ્રી સર્ટિફાઇડ છે. અમારી જે ડિઝાઇન બનાવવામાં આવી છે. અમે જે પ્રોસિજરને ફોલો કરતા હોઈએ છીએ, તે IGBCની રેન્કિંગ પ્રમાણે હોય છે. અમે માઈક્રો ઝોન બનાવીએ છીએ. જે સુરત ડાયમંડ બુર્સનો એટમોસ્ફિયર હોય છે. નાના નાના ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે.