સુરત:વિશ્વનું ડાયમંડ હબ ગણાતા સુરતમાં વિદેશી બાયર્સ આકર્ષાય એ હેતુથી સુરત ડુમસ રોડ સ્થિત(Surat Dumas Road) અવધ યુટોપિયા ખાતે સુરત ડાયમંડ એસોસિએશનનું ત્રિદિવસીય લૂઝ ડાયમંડના B2B એક્ઝિબિશન એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન 15થી 17 જુલાઈ 2022 દરમિયાન ત્રિદિવસીય કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ પ્રધાન(Union Minister of Animal Husbandry and Fisheries) પુરુષોત્તમ રૂપાળાના હસ્તે ખુલ્લું મુકાયું હતું. દેશમાં પ્રથમવાર લુઝ ડાયમંડ એક્ઝિબિશન આંતરરાષ્ટ્રીય કક્ષાનો સુરતમાં યોજાયો છે જેમાં આશરે અઢી લાખ મિલિયન ડોલરના લુઝ ડાયમંડ અને જ્વેલરી મુકાયો છે.
આ પણ વાંચો:અમેરિકાના પોપ કલ્ચરમાં ચમકશે સુરતના લેબગ્રોન ડાયમંડ
વેપારીઓ માટે નવું માર્કેટ -આ વર્ષે નેચરલ ડાયમંડની સાથે લેબગ્રોન ડાયમંડનો પણ એક્ઝિબિશનમાં(Loose Diamond Exhibition) સમાવેશ કરાયો છે. કેરેટ્સ એક્ષ્પોએ હીરા ઉદ્યોગના વેપારીઓ માટે નવું માર્કેટ ઊભું કર્યું છે. ત્રિદિવસીય લુઝ ડાયમંડ એક્ષ્પોમાં કુલ 116 જેટલા સ્ટોલ ઉભા કર્યા છે, જેમાં નેચરલ માઈનીંગ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ, નેચરલ ડાયમંડ જ્વેલરી, લેસર ટેકનોલોજી મશીન, સરીન મશીન તેમજ ડાયમંડ લેબના સ્ટોલનો સમાવેશ થાય છે.