- બાંકડા માટે ગ્રાન્ટ મળે તો ઓક્સિજન માટે કેમ નહીં
- આમ આદમી પાર્ટી કરશે કમિશ્નરને રજૂઆત
- સુરતમાં આમ આદમી પાર્ટીએ 6 કોવિડ સેન્ટર બનાવ્યા
સુરત: જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે જેના કારણે સુરતમાં ઓક્સીજનની અછત ન સર્જાય તે માટે આમ આદમી પાર્ટી દ્વારા તમામ કોર્પોરેટરોને બાંકડાની જગ્યાએ ઓક્સીજનના બાટલા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ મામલે આમ આદમી પાર્ટી ઓક્સિજન માટે ગ્રાન્ટ ફાળવવા માટે કમિશ્નર સહિતની રજૂઆત પણ કરશે એમ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું.
સુરત : બાકડા માટે નહી પણ બાટલા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરાઈ ! બાંકડા માટે ગ્રાન્ટ મળે તો બાટલા માટે કેમ નહી ?સુરતમાં આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે મનપા કમિશ્નરને નિવેદન કરું છું કે અત્યાર સુધી દરેક કોર્પોરેટરોને ગ્રાન્ટમાંથી બાકડા ખરીદવાની છૂટ આપવામાં આવતી હતી તેવી જ રીતે દરેક કોર્પોરેટરોને એક વિશેષતા માટે ગ્રાન્ટ આપવામાં આવે જેમાં દરેક કોર્પોરેટર પોતાના વોર્ડ વિસ્તારમાં હોમ કોરોનટાઈન થયેલા દર્દીઓ માટે ઓક્સીજન સીલીન્ડર ખરીદવાની સતા આપવામાં આવે. જો આ સતા દરેક કોર્પોરેટરને આપવામાં આવે તો એક વોર્ડની અંદર 40 થી 50 ઓક્સીજન સીલીન્ડર મળી શકશે જેથી દર્દીઓને રાહત પણ મળી રહેશે. જેથી અમે અપીલ કરીએ છીએ કે બાકડાની જગ્યાએ બાટલાની ગ્રાન્ટ આપવામાં આવે.
આ પણ વાંચો :સુરતમાં ખેડૂતોના સમર્થનમાં આપ પાર્ટીએ ભૂખ હડતાળ કરી વિરોધ નોંધાવ્યો
કમિશનરને રજૂઆત પણ કરશે.
સુરતમાં આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે સોમવારે તમામ આપના કોર્પોરેટરો સાથે મળીને આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. અને ત્યારબાદ મનપા કમિશ્નરને આ મામલે રજૂઆત કરવામાં આવશે. સાથે જ તેઓએ આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો કે તેઓની આ પહેલમાં તમામ કોર્પોરેટરો સાથે આપશે જેથી દર્દીઓને પડતી મુશ્કેલીઓ દુર કરી શકાય
આમ આદમી પાર્ટીએ 6 કોવીડ કેર સેન્ટર ઉભા કર્યા
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે જેને લઈને હોસ્પીટલમાં બેડની અછત જોવા મળી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ આગળ આવી હતી. આપ પાર્ટીના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા વરાછા, કતારગામ જેવા વિસ્તારોમાં અત્યાર સુધીમાં ઓક્સીજન સુવિધા વાળા ૬ જેટલા કોવીડ કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં દર્દીઓને બે સમયનું ભોજન, નાસ્તા અને તમામ મેડીકલ સુવિધાઓ વિના મુલ્યે આપવામાં આવી રહી છે.