ગુજરાત

gujarat

ETV Bharat / city

નમકીનના પેકેટમાં હિરાની બજાર, કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ ચોંક્યા - Surat Customs Department

સુરત એરપોર્ટ પર જાવેદ પઠાણ નામના યાત્રી પાસેથી કસ્ટમ ડિપાર્ટમેન્ટએ કરોડ રૂપિયાના હીરા જપ્ત કર્યાના (Surat Diamond Smuggling) સમાચાર સામે આવી રહ્યા છે. કસ્ટમ વિભાગના અધિકારીઓને આશંકા છે કે હીરા સ્મગલિંગની (Surat Airport Diamond Smuggling Case) આ ઘટનામાં હવાલા પણ હોઈ શકે છે. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ વિગતવાર.

નમકીનના પેકેટ ચેક કરતા જે મળ્યું તેને જોઈને કસ્ટમ વિભાગ પણ ચોંકી ગયું
નમકીનના પેકેટ ચેક કરતા જે મળ્યું તેને જોઈને કસ્ટમ વિભાગ પણ ચોંકી ગયું

By

Published : Jul 30, 2022, 10:08 AM IST

Updated : Jul 30, 2022, 1:04 PM IST

સુરત : ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરતથી શારજાહ જવા માટે આવેલા જાવેદ પઠાણ (Surat Diamond Smuggling) નામના યાત્રી પાસેથી સુરત કસ્ટમ ડિપાર્ટમેન્ટએ 6.45 કરોડ રૂપિયાના હીરા જપ્ત કર્યા હતા. કસ્ટમ વિભાગના અધિકારીઓને આશંકા છે કે હીરા સ્મગલિંગની આ ઘટનામાં (Surat Airport Diamond Smuggling Case) હવાલા પણ હોઈ શકે છે. જે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી રેડ અને નમકીનના પેકેટમાં નાની મોટી સાઈઝના હીરાના પડીકા છુપાવીને લઈ જવાની ગોઠવણ કરી હતી.

આ પણ વાંચો :Gujarat ATS Maritime Strike: પાકિસ્તાની ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત ATSની દરિયાઈ સ્ટ્રાઈક, હર્ષ સંઘવીએ કહ્યું- જેટલા મોકલશો એટલા પકડીશું

ફરસાણની આડમાં હીરા - સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શારજહા ફ્લાઈટથી જનાર યાત્રી (Passenger Departing from Sharjah Flight) જાવેદ પઠાણ પર કસ્ટમ વિભાગની નજર હતી. જાવેદ પાસે એક સૂટકેસ હતી. જેમાં ઉપરના હિસ્સામાં કાપડ અને નીચે ફરસાણ હતું. જ્યારે કસ્ટમ વિભાગના અધિકારીઓએ લગેજની તપાસ શરૂ કરી, ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ફરસાણના કંપનીથી પેક કરાયેલા પેકેટમાં નાના મોટા હીરા હતા. હીરાના પેકેટના (Crime of Surat Diamond) કાર્બન કોટેડ કાગળથી બાંધવામાં આવ્યા હતા. જેના કારણે સ્કેનર મશીનમાં તે હીરા સ્કેન નહીં થાય.

આ પણ વાંચો :સુરતના હિરા ઉદ્યોગને થશે લાભ, વિદેશોમાં હિરાની વધી માગ

ઉધના વિસ્તારનો રહેવાસી -કસ્ટમ વિભાગના અધિકારીઓએ કુલ 2763 કેરેટના કુલ 6.45 કરોડ રૂપિયાના હીરા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કસ્ટમ વિભાગના અધિકારીઓએ જે જાવેદ પઠાણની ધરપકડ કરી છે તે સુરતના ઉધના વિસ્તારનો (Surat Customs Department) રહેવાસી છે અને તેને અધિકારીઓને જણાવ્યું હતું કે તે પહેલીવાર શાહજહાં જઈ રહ્યો હતો. એટલું જ નહીં તેને પાસપોર્ટ પણ જાન્યુઆરી મહિનામાં બનાવ્યો હતો. આરોપી જાવેદા હીરા વિદેશમાં લઈ ગયા બાદ ત્યાં કોને આપવાનો હતો અને ત્યાંથી આ હીરાઓ અન્ય ક્યાં દેશમાં વેચાય એ અંગે તપાસ ચાલી રહી છે. એટલું જ નહીં આ હીરા સ્મગલિંગ કેશમાં હવાલાની આશંકા પણ અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

Last Updated : Jul 30, 2022, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details