સુરત : સુરતના સચીન કોમ્યુનિટી હોલ નજીક આવેલાં જલારામનગરમાં અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીની સાફસફાઈ કરવા જતાં માનવ કંકાલ (Human skeleton found in a water tank) મળી આવ્યું (Surat Crime News ) હતું. જે જોઇને લોકો અચંબિત થયા હતાં. બિનઉપયોગી અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં (Unused underground water tank) આગામી દિવસોમાં વરિયાવ જૂથમાંથી સ્થાનિક લોકો માટે પીવાનું શુદ્ધ પાણી લાવવા માટેની તૈયારીઓ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહી હતી. આ ટાંકીમાં વરિયાવ જૂથમાંથી પાણી લાવવામાં આવે તે પહેલાં તેને ચોક્કસ રીતે સાફસફાઇ કરવી જરૂરી હતી. જેથી તેને સાફ કરાવવા માટે સફાઇકર્મીને કામે લગાડાયો હતો.
આ પણ વાંચોઃ અમીરગઢના જંગલમાંથી પ્રેમી યુગલનો માનવ કંકાલ મળી આવતા ચકચાર
ટાંકી બન્યાં બાદ બિલકુલ વપરાશમાં લેવાઇ ન હતી- જોકે રાહતની વાત એ હતી કે આ ટાંકી (Human skeleton found in a water tank)બન્યાં બાદ બિલકુલ વપરાશમાં લેવાઇ ન (Unused underground water tank) હતી. કારણ કે સચીન નગરપાલિકાના શાસન દરમિયાન પીવાનું પાણી લાવવા માટેનો સમગ્ર તખ્તો કારોબારી અધ્યક્ષ ઉમેશભાઈ પટેલ, પ્રમુખ સોલંકી, ચંપકભાઇ પરમાર તથા તેમની ટીમની આગેવાનીમાં ઘડાઇ ગયો હતો. પરંતુ સંજોગોવસાત મહાનગરપાલિકાએ હદ વિસ્તરણ કરી દેતાં પીવાના પાણીનો મુદ્દો અભરાઈએ રહી ગયો હતો.
આ પણ વાંચોઃ આણંદમાં ઈંટોના ભઠ્ઠામાંથી મળ્યું માનવ કંકાલ, જમીન માલિકને જીવતો સળગાવ્યો હોવાની આશંકા
પોલીસે એફએસએલને જાણ કરી- હાલમાં આ ટાંકીમાં વરિયાવ જૂથનું પાણી લાવવાની તૈયારીઓ વચ્ચે ટાંકીને (Unused underground water tank)સાફ કરવા ઉતરનારા સફાઇકર્મીને પાણીની સામાન્ય સપાટીમાં માનવ દેહનું કંકાલ (Human skeleton found in a water tank) દેખાઈ આવતાં (Surat Crime News ) તેણે તેની સાથે આવેલાં મહાનગરપાલિકાના કર્મચારી જીતેન પટેલને જાણ કરી હતી. જીતેન પટેલે સચીન પોલીસને (Sachin police) જાણ કરતાં પીએસઆઈ શ્યામલ દેસાઈ, મછાર અને પોલીસ કોન્સ્ટેબલ રામશીભાઈ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. ધોધમાર વરસતાં વરસાદમાં સચીન પોલીસે પ્રાથમિક તપાસ કરી ઉપરની કક્ષાએ રીપોર્ટ કરી એફએસએલને જાણ કરી હતી.