સમગ્ર વિગત અનુસાર ઉધના ભીમ નગર નજીલ આવેલા સંતોષી નગરના કંજરવાડ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપી અશોક સુમતારામ રાજનટ, ધરમ મુકેશભાઈ રાણા સહિત રાકેશ ભીખુભાઇ નાયકાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી મોટર સાયકલ, સોનાના અલગ અલગ ઘરેણાં, બે મોબાઈલ તેમજ રોકડ રકમ મળી કુલ 1,80,300 નો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યો છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચે લૂંટ અને ચોરીના ગુનામાં 3 આરોપીઓની ધરપકડ કરી
સુરતઃ શહેર ક્રાઇમ બ્રાન્ચે લૂંટ અને ચોરીના ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી દોઢ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે કરેલી પૂછપરછમાં સુરતના ઉમરા અને અડાજણ વિસ્તારમાં નોંધાયેલા લૂંટ સહિત ચોરીના ગુન્હાનો ભેદ પણ ઉકેલાઇ ગયો છે. આરોપીઓ પાસેથી મોટર સાયકલ, બે મોબાઈલ, ચોરીના ઘરેણાં સહિત રોકડ રકમ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ પાસેથી અન્ય ગુના ઉકેલાઈ તેવી શક્યતા પણ હાલ સેવાઈ રહી છે.
Surat Crime Branch
ક્રાઇમ બ્રાન્ચની પુછપરછમાં અડાજણ સહિત ઉંમરા વિસ્તારમાં નોંધાયેલા ચોરી તેમજ લૂંટના ચાર ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે. જેમાં અડાજણ વિસ્તારમાં ત્રણ મોબાઈલ સ્નેચિંગ અને ઉમરા પોલીસ ચોપડે નોંધાયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આરોપી ધરમ રાણા અગાઉ ખટોદરા અને અડાજણ પોલીસના હાથે ચોરી તેમજ લૂંટના ગુનામાં ઝડપાઇ ચુક્યો હોવાનું ખુલ્યું હતું.