- આરોપીને પકડવા જતા યુવાન પર આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડી હુમલો કરી મોતના ઘાટ ઉતારી દીધો
- આરોપી હત્યાના આરોપમાં હાલમાં જ જામીન પર છૂટ્યો હતો
- 24 વર્ષીય આરોપી ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે
સુરત: શહેરમાં બે દિવસ પહેલા પાંડેસરા વિસ્તારમાં લૂંટ વિથ મર્ડર પ્રકરણમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે જે આરોપીની ધરપકડ કરી છે. તે હત્યાના આરોપમાં હાલમાં જ જામીન પર છૂટ્યો હતો. આ ઘટનામાં લૂંટ કરવા આવેલા આરોપીને પકડવા જતા યુવાન પર આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતી. 24 વર્ષીય આરોપી ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે. આરોપીએ આ પહેલા પણ રાઇટીંગ ચોરીમાં પકડાઈ ચૂક્યો છે.
હત્યાના કેસમાંથી જામીન મળ્યા બાદ ફરી સુરત આવી હત્યાની ઘટનાને અંજામ આપનારા આરોપીની ધરપકડ પોલીસે ચોરને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા
પાંડેસરા તેરે નામ ચોકડી પાસે એક મકાનમાંથી ચોરને પકડવા માટે મકાન માલિક ભાઈઓએ પીછો કર્યો હતો. તે વખતે ભાગી રહેલા ચોરે બચવા માટે બંને ભાઈઓ ઉપર ચપ્પુથી જીવલેણ હુમલો કરી દીધો હતો. જેમાં એક ભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. બીજા ભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પાંડેસરા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને ભાગી ગયેલા ચોરને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
આ પ્રકરણમાં આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી. ક્રાઈમ બ્રાન્ચના ACP આર.આર.સરવૈયાએ જણાવ્યું હતું કે, CCTV ને આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 24 વર્ષીય રોહિત ઉર્ફે જાડિયા પાઠક સુરતના પાંડેસરા વિસ્તારમાં જ રહે છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ પણ ચોરી, મર્ડરના ગુના હેઠળ ઝડપાઈ ચૂક્યો છે. પાંડેસરા વિસ્તારમાં પાંચ અને ખટોદરામાં એક મળી કુલ છ જેટલા ગુના તેની ઉપર પોલીસ મથકમાં દાખલ છે. થોડા મહિના પહેલા જ તે જામીન પર છૂટ્યો હતો.