- મેન્યુફેક્ચર જ કરવામાં નહીં આવેલ વાહનોને હૈયાત બતાવી 8.64 કરોડની લૉન મેળવી
- ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી
- ખોટા દસ્તાવેજો ઉભા કરી લોન મેળવી
સુરત : શહેરમાં 20 લોકોની ઠગબાજ ટોળકીએ શહેરના સહારા દરવાજા ખાતે આવેલ યસ બેન્ક માંથી અશોક લેલન અને ટાટા કંપનીની મેન્યુફેક્ચર જ કરવામાં નહીં આવેલ વાહનોને હૈયાત બતાવી બોગસ દસ્તાવેજો ઉભા કરી જુદી જુદી 53 લોન મંજૂર કરી 8.64 કરોડનું કૌભાંડ આચર્યું હતું.આરોપીએ શરૂઆતના નિયમિત હપ્તા ભરપાઈ કર્યા હતા બાદમાં બાકીના 5.25 કરોડના હપ્તા ન ચૂકવી છેતરપિંડી કરી હતી.બેંકના મેનેજરે 20 લોકો સામે ક્રાઈમ બ્રાંચ પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગુનામાં મુખ્ય આરોપી કામરેજ વાલક પાટિયા રહેમ નગરમાં રહેતો ઈશોદ કાળુભાઇ પઠાણ સહિત 35 વર્ષીય ઇમરાન કાળુભાઇ પઠાણ,શહેરના મોટા વરાછા ખાતે રહેતો કપિલ પરસોત્તમ ,વરાછા માં રહેતો કાંતિભાઈ જાદવ,સીમાડામાં રહેતો મુકેશ ધીરૂભાઇ સોજીત્રાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓના 22 જાન્યુઆરી સુધીમાં રિમાન્ડ મેળવી અન્ય આરોપીઓને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.
53 લૉન ઉપર રૂપિયા 86471948ની લૉન કરી
શહેરના સહારા દરવાજા ખાતે આવેલી યશ બેંક માં વડોદરાના વાઘોડિયા રોડ સુરેન્દ્રનગર હર્ષ પાર્ક સોસાયટીમાં રહેતો સુમિતભાઈ રમેશચંદ્ર ભોસલે મેનેજર તરીકે ફરજ બજાવે છે. આરોપીએ ઓગસ્ટ 2016 થી 2018 દરમિયાન પોતાની માલિકીના બોજા વગરના ધંધાકીય વાહન યુઝ કોમર્શિયલ વ્હીકલ લોન મેળવવા માટે યસ બેન્કમાં અરજી કરી હતી. યસ બેન્ક દ્વારા લોનની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી કુલ 53 લૉન ઉપર રૂપિયા 86471948ની લૉન કરી હતી. જેમાં એક ન્યુ કોમર્શિયલ વ્હીકલ લોન અને 52 લૉન યુઝ કોમર્શિયલ વ્હીકલ મંજુર કરી હતી