સુરત:રામનવમીના દિવસે ભગવાન સ્વામિનારાયણનો પણ જયંતિ છે ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં(Lord Swaminarayan Sampradaya) આશા રાખનાર લોકોની સંખ્યા ખૂબ જ મોટી છે. સુરતમાં વેકરીયા દંપતીએ ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્ર પર ત્રણ સ્ક્રોલ પેઇન્ટિંગ બનાવી છે જેમાંથી તેમના બાળ સ્વરુપ ઘનશ્યામ મહારાજના જીવન ચરિત્ર પર 57 મીટર લાબું પરંપરાગત સૌરાષ્ટ્રની ભાતીગળ શૈલીમાં આ સ્ક્રોલ પેઈન્ટિંગ બનાવવામાં આવી છે.
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા વેકરીયા દંપતિ દેશના એકમાત્ર એવા ચિત્રકાર છે કે જેઓ એ ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્ર ઉપર સૌથી મોટું અને લાંબુ સ્ક્રોલ પેઇન્ટિંગ બનાવી ઐતિહાસિક ક્ષણોને રંગોના માધ્યમથી આવરી લીધા છે. ઐતિહાસિક ક્ષણોને રંગોના માધ્યમથી આવરી લેનાર ચિત્રકાર -સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા વેકરીયા દંપતિ દેશના એકમાત્ર એવા ચિત્રકાર છે કે જેઓ એ ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્ર ઉપર સૌથી મોટું અને લાંબુ સ્ક્રોલ પેઇન્ટિંગ(Large and long scroll painting) બનાવી ઐતિહાસિક ક્ષણોને રંગોના માધ્યમથી આવરી લીધા છે. ભગવાન સ્વામિનારાયણના બાલ સ્વરુપ ઘનશ્યામ મહારાજના જીવન ચરિત્રને પરંપરાગત કલા ના માધ્યમથી વેકરીયા દંપતીએ 57 મીટર લાંબા સ્ક્રોલ પેઇન્ટિંગ બનાવ્યા છે. ભારતીય પરંપરાગત કલા સંસ્કૃતિ(Traditional art culture ) જેમાં સૌરાષ્ટ્રની ભાતીગળ શૈલી સામેલ છે. આ શૈલી સ્ક્રોલ પેઇન્ટિંગ કરવામાં આવી છે. વેકરીયા દંપતિ દ્વારા પેન્ટિંગ બનાવવાનો ઉદ્દેશ માત્ર એટલું છે કે ભગવાન સ્વામિનારાયણ એ સમાજ સુધારા માટે શું કાર્ય કર્યું છે. તે સહેલાઇથી જાણી શકે અને લોકો સારી વસ્તુઓ આ પેઇન્ટિંગના માધ્યમથી શીખે. વિભા વેકરીયા અને મનોજ વેકરીયાને આ પેન્ટિંગ બનાવતા ત્રણ વર્ષ લાગી ગયા છે. ભગવાનના જન્મ પહેલાથી લઈને તેમના ઘનશ્યામ સ્વરૂપનું લેખ આ પેઇન્ટિંગના માધ્યમથી લોકો ખૂબ જ સહેલાઇથી જાણી શકે છે.
જન્મ કઈ રીતે એક નિમિત્ત બન્યું તે તમામ પ્રસંગો આ ચિત્ર માં દર્શાવાયું છે. આ પણ વાંચો:દિલ્હીમાં છવાઈ 'કચ્છી ઓલ્ડ કાર્ટ', આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં 61 દેશને પાછળ મૂકી ભૂજના ચિત્રકારે વગાડ્યો ડંકો
ચારથી પાંચ કલરમાં પેઈન્ટિંગ તૈયાર કરવી પડતી હોય છે -આ અંગે વિભા વેકરીયા એ જણાવ્યું હતું કે, કેટલાક લોકો હોય છે કે જેઓને પુસ્તકો અને ધાર્મિક ગ્રંથો વાંચવામાં રસ(Interest in reading religious texts) હોતો નથી. સ્ક્રોલ પેઇન્ટિંગ સ્ટોરીના ફોર્મમાં(form of a scroll painting story) આવે છે. જેને સમજતા વાર નથી લાગતી. આ પેઈન્ટિંગ જોયા બાદ લોકોમાં એક જાગૃતિ આવશે. ઈન્ડીયન ફોક સ્ટાઇલ ખૂબ જ મુશ્કેલ કામ હોય છે. એમાં ઝીણવટ કાર્ય કરવું પડતું હોય છે. ચારથી પાંચ કલરમાં પેઈન્ટિંગ તૈયાર કરવી પડતી હોય છે. આ પેન્ટિંગ બનાવતા અમને ત્રણ વર્ષ લાગી ગયા. કોઈપણ વ્યક્તિ 30 મિનિટ સુધી આ પેઈન્ટિંગ જોશે તો તેને ઘનશ્યામ સ્વરૂપ અંગે તમામ વિગતો અને જાણકારીઓ મળી જશે.
વેકરીયા દંપતિ દ્વારા પેન્ટિંગ બનાવવાનો ઉદ્દેશ માત્ર એટલું છે કે ભગવાન સ્વામિનારાયણ એ સમાજ સુધારા માટે શું કાર્ય કર્યું છે. આ પણ વાંચો:આજે ગાંધી જયંતિ ના પાવન પ્રસંગે જૂનાગઢના ચિત્રકારે આપી રાષ્ટ્રપિતાને અનોખી રીતે શ્રદ્ધાંજલિ
તમામ ગ્રંથોના અધ્યયન બાદ આ પેઈન્ટિંગ તૈયાર કરવામાં આવી -મનોજ વેકરીયાએ જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણ અને યુપીના છપૈયામાં જન્મ લીધો હતો. આ પેન્ટિંગમાં તેમના જન્મ પહેલાથી તમામ વસ્તુઓ ઉલ્લેખિત કરવામાં આવી છે તેમના જીવન ચરિત્ર અમે પેઇન્ટિંગમાં આવરી લીધું છે. તેમનો જન્મ કઈ રીતે એક નિમિત્ત બન્યું તે તમામ પ્રસંગો આ ચિત્ર માં દર્શાવાયું છે. ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા તમામ ગ્રંથોના અધ્યયન બાદ આ પેઈન્ટિંગ તૈયાર કરવામાં આવી છે.
કોઈપણ વ્યક્તિ 30 મિનિટ સુધી આ પેઈન્ટિંગ જોશે તો તેને ઘનશ્યામ સ્વરૂપ અંગે તમામ વિગતો અને જાણકારીઓ મળી જશે. અન્ય બે પેંટિંગ બનાવી ચુક્યા છે -ઉલ્લેખનીય છે કે, અગાઉ વેકરીયા દંપતીએ ભગવાન સ્વામિનારાયણ આધારિત શિક્ષાપત્રીની સ્ક્રોલ પેઇન્ટિંગ બનાવી હતી. જે 111 મીટર લાંબી અને બીજું 53 મીટર નીલકંઠ ચરિત્ર સ્ક્રોલ પેઇન્ટિંગ બનાવી ચૂક્યા છે. ત્રીજુ 57 મીટર લાંબો ઘનશ્યામ ચરિત્ર પણ તેઓએ હાલ બનાવી ચૂક્યા છે.