ગુજરાત

gujarat

સુરત કોર્પોરેટર ઋતા કાકડિયાએ પૂર્વ પતિ સહિત 7 લોકો સામે નોંધાવી ફરિયાદ, બદનામ કરવાનો લગાવ્યો આરોપ

By

Published : Oct 19, 2022, 2:25 PM IST

સુરતના વોર્ડ નંબર 3ના મહિલા કોર્પોરેટર ઋતા કાકડીયાએ (Surat Corporator Ruta Kakdiya) પૂર્વ પતિ કેયુર કાકડીયા સહિત 7 લોકો સામે પોલીસ ફરિયાદ (Surat Corporator Ruta Kakdiya filed complaint) નોંધાવી છે. તેમના વિરૂદ્ધ સોશિયલ મીડિયા (Social Media Post) પર તેમના પૂર્વ પતિ સહિત 7 લોકોએ તેમને બદનામ કરતી પોસ્ટ મૂકી હતી. ત્યારે આ મામલે ઉતરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (utran police station) નોંધવામાં આવી હતી.

સુરત કોર્પોરેટર ઋતા કાકડિયાએ પૂર્વ પતિ સહિત 7 લોકો સામે નોંધાવી ફરિયાદ, બદનામ કરવાનો લગાવ્યો આરોપ
સુરત કોર્પોરેટર ઋતા કાકડિયાએ પૂર્વ પતિ સહિત 7 લોકો સામે નોંધાવી ફરિયાદ, બદનામ કરવાનો લગાવ્યો આરોપ

સુરતશહેરના વોર્ડ નંબર 3ના મહિલા કોર્પોરેટર ઋતુા કાકડિયા (Surat Corporator Ruta Kakdiya) થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયાં છે. ત્યારે હવે તેઓ ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. કારણ કે, તેમણે પૂર્વ પતિ કેયૂર કાકડીયા સહિત 7 લોકો સામે ઉતરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, તેમના પૂર્વ પતિ સહિત આ તમામ લોકોએ સોશિયલ મીડિયા પર તેમને બદનામ કરતી પોસ્ટ મૂકી હતી.

કડક કાર્યવાહીની માગ

સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ કોર્પોરેટર ઋતા કાકડીયાએ (Surat Corporator Ruta Kakdiya) જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં (Social Media Post) મારા વિરૂદ્ધ પોસ્ટ ચાલી રહી છે. આ મામલે થોડા સમય પહેલા મેં ઉતરાણ પોલીસ સ્ટેશનમાં (utran police station) અરજી આપી હતી. આજે એ જ મામલે મારે પોલીસ સ્ટેશનમાં આવવાનું થયું હતું અને મારા પૂર્વ પતિ અન્ય 6 એવા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

કડક કાર્યવાહીની માગ તેમણે ઉમેર્યું હતું કે, જેતે લોકો છે, જેઓએ મારા વિરોધમાં સોશિયલ મીડિયા (Social Media Post) ઉપર પોસ્ટ કરી છે. એ લોકો એમના ઘરના સભ્યો ઉપર આવી કોઈ પોસ્ટો કરે તો શું થાય?વિચાર્યા વગર પોસ્ટો નાખવામાં આવ્યા છે. આ તમામ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માંગ છે.

પોલીસે શરૂ કરી તપાસ આ બાબતે ઉતરાણ પોલીસ સ્ટેશનના (utran police station) PI એચ. જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, અમારા પોલીસ મથકમાં (utran police station) 4 દિવસ પહેલા અમારા વિસ્તારના કોર્પોરેટર ઋતા કાકડીયાએ (Surat Corporator Ruta Kakdiya) અરજી કરી હતી કે, તેમના નામના પોસ્ટ સોશિયલ મીડિયામાં (Social Media Post) ફરી રહ્યા છે. અને આ પોસ્ટરો બદનામ કરવાના ઇરાદેથી તેમના પૂર્વ પતિ અને અન્ય 6 લોકો દ્વારા કરવામાં આવ્યા છે. તે મામલે હવે તપાસ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details