ગુજરાત

gujarat

ETV Bharat / city

Surat Corona positive Students: રિવરડેલ સ્કૂલમાં સતત ત્રીજા દિવસે વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું - સુરત કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ

એક તરફ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તેવામાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન આવ્યો. રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સુરત શહેરમાં (Surat Corona positive Students) સતત ત્રીજા દિવસે સ્કૂલના વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ પણ ચિંતામાં (The health department of Surat Municipal Corporation is also concerned) મુકાયું છે.

Surat Corona positive Students: રિવરડેલ સ્કૂલમાં સતત ત્રીજા દિવસે વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું
Surat Corona positive Students: રિવરડેલ સ્કૂલમાં સતત ત્રીજા દિવસે વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું

By

Published : Dec 9, 2021, 11:20 AM IST

  • અડાજણ વિસ્તારની રિવરડેલ સ્કૂલમાં ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
  • સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ ચિંતામાં મુકાઈ
  • સ્કૂલમાં ગઈકાલે એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ થતા સમગ્ર ક્લાસના વિદ્યાર્થીઓનો કરાયો હતો ટેસ્ટ

સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા રિવરડેલ સ્કૂલમાં ફરી ત્રણ વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ (Students at Riverdale School infected with corona) આવ્યા છે. તેના કારણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ (The health department of Surat Municipal Corporation is also concerned) દોડતી થઇ ગઈ હતી. જોકે, આ ત્રણ વિદ્યાર્થીઓના પરિવારના તમામ સભ્યોનો રેપિડ ટેસ્ટ કરતા તમામ સભ્યો કોરોના નેગેટિવ આવતા હાશકારો અનુભવ્યો હતો. આ જ સ્કૂલમાં ગઈકાલે એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા બાદ સમગ્ર કલાસના વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરાયો હતો. તેમાં વધુ 3 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા.

અડાજણ વિસ્તારની રિવરડેલ સ્કૂલમાં ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

આ પણ વાંચો-રાજકોટમાં કોરોનાનું કમબેક: ત્રણ વર્ષનું બાળક કોરોના પોઝિટિવ આવતા ચકચાર

વિદ્યાર્થીઓને કોરોના થતાં પાલિકાની ચિંતામાં વધારો

શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી રિવરડેલ સ્કૂલમાં ફરી પછી ત્રણ વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યા હતા. શહેરમાં સતત ત્રણ દિવસથી સ્કૂલના વિદ્યાર્થીઓની કોરોના પોઝિટિવ આવી રહ્યા છે, જેથી પાલિકાની ચિંતામાં વધારો થયો છે. તથા આ વાતને લઈને વાલીઓમાં પણ ચિંતાનો ભય જોવા મળ્યો છે. ખાસ કરીને હા રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવામાં (Offline education for Students) આવ્યા છે. તેને ધ્યાનમાં લઈને પાલિકા તથા વાલીઓ ચિંતામાં વધારો થયો છે. બાળકોને સ્કૂલે મોકલવા નહીં મોકલવા તે વાતથી મૂંઝવણમાં મુકાયા છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ ચિંતામાં મુકાઈ

આ પણ વાંચો-Corona Testing In Bhavnagar: શહેરમાં 5 જાહેર સ્થળો પર ટેસ્ટિંગ, ઓમીક્રોનના ભય વચ્ચે તંત્ર એલર્ટ

ઓમિક્રોન વાયરસની પણ એન્ટ્રી થઈ ચૂકી છે

વાલી મંડળના પ્રમુખ ઉમેશ પંચાલે જણાવ્યું હતું કે, અત્યારે આપણા દેશમાં કોરોના તો છે જ, પરંતુ તેની સાથે ઓમિક્રોન વાયરસની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કર્યા વગર ધોરણ ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ કરી દીધી છે. જોકે, ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ તો નહીં જ, પરંતુ ધોરણ 6, 7, 8ના વિદ્યાર્થીઓ પણ ભોળા હોય છે. તેમને કેટલું પણ સમજાવીએ તેઓ પોતાના મિત્ર પાસે જ જવાના છે. તેમાં આ વિદ્યાર્થીની કોઈ ભૂલ નથી. સ્કૂલમાં આ રીતે ધીમી ગતિએ કોરોનાનો પ્રસાર થવો એ માટે જવાબદાર પણ સરકાર જ છે. હજી સુધી નાના બાળકો માટેની રસી આવી નથી. સ્કૂલ સંચાલકો દ્વારા ભલે વિદ્યાર્થીઓને કોરોના ગાઈડલાઈન મુજબ બેસાડવામાં આવે, પરંતુ વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર આવતા જ જેમ છે તેમ જોવા મળે છે. જોકે, પાલિકા બધી જ બાબતે ગંભીર તો છે જ, પરંતુ જે રીતે બજારોમાં મોટી ભીડ જોવા મળી રહી છે. તે રીતે કહી શકાય છે કે, કોરોનાની ત્રીજી લહેરની આશંકા જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details