સુરત : શહેર કોગ્રેસ પ્રમુખ અને સેવાદળ પ્રમુખ વચ્ચે વિવાદ સર્જાતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. ઓફિસની ખુરશીને લઇને બન્ને વચ્ચે માથાકૂટ થતા એક ઓડિયો પણ વાઇરલ થયો છે. ધર્મેશ મિસ્ત્રીએ અઠવા પોલીસ મથક કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા સામે પોલીસ ફરિયાદ નોંધાવી તો પ્રમુખ દ્વારા ધર્મેશ મિસ્ત્રીને સેવાદળના પ્રમુખ તરીકે બરતરફ કરવામાં આવ્યા છે.
ખુરશીનો કકળાટ : સુરત કોંગ્રેસ શહેર પ્રમુખ અને સેવાદલ પ્રમુખ વચ્ચે વિવાદ - સુરત કોંગ્રેસ શહેર પ્રમુખ અને સેવાદલ પ્રમુખ વચ્ચે વિવાદ
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ખુરશીનો કકળાટ જોવા મળી રહ્યો છે. પરંતુ આ વખતે ખુરશી માટે ભાજપ કે કોંગ્રેસ પક્ષો વચ્ચે વિવાદ સર્જાયા નથી. આ વખતે વિવાદ સુરત શહેર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બાબુ રાયકા અને કોંગ્રેસ સેવાદળના પ્રમુખ વચ્ચે સર્જાયા છે. કાર્યાલયમાં ખુરશી વિવાદને લઈ બંને વચ્ચે વિવાદ એટલી હદે બિચક્યો કે ગાળાગાળી અને અપશબ્દો પણ વાપરવામાં આવ્યા. જેથી કોંગ્રેસ દ્વારા સેવાદળના પ્રમુખને બરતરફ પણ કરવામાં આવ્યા છે.
![ખુરશીનો કકળાટ : સુરત કોંગ્રેસ શહેર પ્રમુખ અને સેવાદલ પ્રમુખ વચ્ચે વિવાદ ખુરશીનો કકળાટ : સુરત કોંગ્રેસ શહેર પ્રમુખ અને સેવાદલ પ્રમુખ વચ્ચે વિવાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9170491-416-9170491-1602665650257.jpg)
ખુરશીનો કકળાટ : સુરત કોંગ્રેસ શહેર પ્રમુખ અને સેવાદલ પ્રમુખ વચ્ચે વિવાદ
કોંગ્રેસ શહેર પ્રમુખ બાબુ રાયકા દ્વારા સેવાદળનાં પ્રમુખ ધર્મેશને આપવામાં આવેલી ધમકીઓ અને અભદ્ર ગાળોનો ઓડિયો વાઇરલ થઇ રહ્યો છે.
સુરત કોંગ્રેસ શહેર પ્રમુખ અને સેવાદલ પ્રમુખ વચ્ચે વિવાદ
આ ઓડિયોની પુષ્ટિ ઇટીવી ભારત કરતું નથી.