CAA અને મોંઘવારીના વિરોધના સ્લોગન લખી પતંગો ચગાવ્યા હતા. કોંગ્રેસે પ્રમુખ બાબુ રાયકાએ જણાવ્યું હતું કે, CAA દરેક ધર્મ અને જાતિના વિરૂદ્ધ છે. ભાજપ દેશની જનતાને અંધારામાં રાખી CAA અંગે લોકોને ગુમરાહ કરી રહી છે.
સુરત કોંગ્રેસે 'NO CAA' અને 'NO NRC'ના સ્લોગનવાળા પતંગો ચગાવ્યા
સુરત: ભાજપના સદસ્યો ઉત્તરાયણના પર્વમાં CAAના સમર્થન વાળી પતંગો ચગાવી રહી છે. જ્યારે સુરત કોંગ્રેસ દ્વારા CAA વિરૂદ્ધ સ્લોગનવાળા પતંગો ચગાવવામાં આવ્યા હતા.
સુરત કોંગ્રેસે CAAનો વિરોધ કરતા સ્લોગનવાળા પતંગો ચગાવ્યા
સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાના નિવાસ્થાને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભેગા થયા હતા. જ્યાં 'NO CAA' અને 'NO NRC'ના સ્લોગનવાળા પતંગો ચગાવી CAAના કાયદાનો વિરોધ કર્યો હતો.