ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તે અત્યંત ચિંતાનો વિષય: સુરત જિલ્લા કલેક્ટર - covid 19

સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોના વાઈરસના સંક્રમણની સામે બુધવારે નવી દિલ્હીની 12 સભ્યોની ટીમ સુરત આવી પહોંચી હતી. તેઓએ જિલ્લા કલેક્ટર સાથે મિટીંગ યોજી હતી. જેમાં ઉચ્ચ સ્તરની બેઠકમાં કલેક્ટરે સુરતની વર્તમાન પરિસ્થિતિ વિશે ચિતાર આપતા જણાવ્યું હતું કે, હાલ સુરત શહેરમાં જે ઝડપથી કોરોનાના કેસો વધી રહ્યા છે. તે અત્યંત ચિંતાનો વિષય છે. આગામી દિવસોમાં કોરોના વાઈરસના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે દરેક સંભવ પ્રયાસો કરવામાં આવશે, સાથે જ તેઓએ શહેરના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, કોવિડની ગાઇડ લાઇનનું સખત પાલન કરવાની સાથે આવશ્યકતા ન હોય તો ઘરની બહાર નીકળવું જોઈએ નહીં.

જિલ્લા કલેક્ટર સાથે યોજી મિટીંગ
જિલ્લા કલેક્ટર સાથે યોજી મિટીંગ

By

Published : Apr 8, 2021, 5:54 PM IST

  • નવી દિલ્હીની 12 સભ્યોની ટીમ આવી સુરત
  • જિલ્લા કલેક્ટર સાથે યોજી મિટીંગ
  • કોવિડની ગાઇડ લાઇનનું પાલન કરવા લોકોને કરી અપીલ

સુરત:જિલ્લામાં વધી રહેલા કોરોના વાઈરસના કેસોને પગલે કેન્દ્રીય ટીમ સાથે કલેક્ટરે ઉચ્ચ સ્તરની બેઠક કરી હતી. તેમાં કલેક્ટર ડો.ધવલ પટેલે જણાવ્યું હતું કે, દિલ્હીની ટીમે જરૂરી દિશા નિર્દેશ પાઠવ્યા છે. જે પૈકી કેન્દ્રીય ટીમ દ્વારા સુરત શહેરમાં કન્ટેન્મેન્ટ ઝોન સહિતની માહિતી મેળવ્યા બાદ ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર વહીવટી તંત્રને ફોકસ કરવા જણાવ્યું હતું.

નવી દિલ્હીની 12 સભ્યોની ટીમ આવી સુરત

આ પણ વાંચો:સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોરોના વાઈરસની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ

દર્દીઓના પરિવારજનોએ ઇન્જેકશન લેવા માટે જવાની જરૂર નથી

ઇન્જેકશનની અછતના મુદ્દે કલેક્ટરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વર્તમાનમાં જે ગતિએ કેસ વધી રહ્યા છે, તેને કારણે દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. હાલ દર્દીઓના પરિવારજનોએ ઇન્જેકશન લેવા માટે જવાની જરૂર નથી.

આ પણ વાંચો:આણંદ જિલ્લા કલેક્ટરે કરી જાહેર જનતાજોગ અપીલ

હોસ્પિટલોને ઇન્જેક્શનનો જથ્થો પૂરો પાડવામાં આવશે

હોસ્પિટલ દ્વારા જ વહીવટી તંત્ર સમક્ષ ઇન્જેક્શનની માંગ કરવામાં આવશે અને તે પ્રમાણે હોસ્પિટલોને ઇન્જેક્શનનો જથ્થો પૂરો પાડવામાં આવશે. જો કોઈ હોસ્પિટલ દ્વારા દર્દીના પરિવારજનોને ઇન્જેક્શન લેવા માટે જણાવવામાં આવશે તો હોસ્પિટલ વિરુદ્ધ સખત કાર્યવાહીની પણ તેઓએ ચીમકી ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details