- સુરત શહેર પોલીસ તથા સુરત મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન લઇને તમામ તૈયારીઓ પૂર્ણ
- SMC દ્વારા શહેરમાં 17 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યાં છે
- શહેર પોલીસે સઘન બનાવ્યો પોલીસ બંદોબસ્ત
સુરતઃ શહેરના જેતે વિસ્તારોમાં બનાવવામાં આવેલ કુૃત્રિમ તળાવોમાં ગણપતિ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. જેથી સુરત શહેરના છેડેથી બીજા છેડે ગણપતિ વિસર્જન માટે જવું ન પડે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં 50 ટકા પ્રતિમાઓનું વિસર્જન જેતે સોસાયટીના ઘરોમાં જ કરવામાં આવશે તથા બાકીની પ્રતિમાઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવામાં આવશે. કૃત્રિમ તળાવમાં વિસર્જન માટે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ તથા સુરત શહેર પોલીસ પણ ત્યાં રહેશે.
અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ ખડેપગે
શહેરમાં ગણપતિ વિસર્જન મહોત્સવ અનુસંધાને પોલીસ તરફથી ઘણી બધી તૈયારીઓ કરવામાં આવી છે. ડી.આઈ.જી કક્ષાના બે અધિકારીઓ, 7 ડી.સી.બી એટલે કે એસ.પી કક્ષાના અધિકારીઓ છે. 28 એ.સી.પી એટલે કે ડી વાય કક્ષાના અધિકારીઓ છે. 90 પોલીસ ઇન્સ્પેક્ટર, 250 પોલીસ સબ ઇન્સ્પેક્ટર,એ.એસ.આઈ, હેડ કોન્સ્ટેબલ, અને લોકરક્ષક મળીને કુલ 4200.TRB 1500 એક કંપની રેપિડ એન્ટી ફોર ફોર્સ ( RAF ) અને 8 કંપની SRPની અને તેમની સાથે 3000 હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ અધિકારીઓની ટીમે વિસ્તારની મુલાકાત લઈ લીધી છે. જે સચોટ મુદ્દાઓ હતાં એ બાબતે બધાંને સમજણ આપી દેવામાં આવી છે. 10મી તારીખથી હાલ સુધી કોવિડની સૂચનાઓ બહાર પાડવામાં આવી છે તેનો 100 ટકા અમલ પ્રજાજાનો તરફથી થઇ રહ્યો છે.પોલીસવિભાગ અને .શહેરના શાંતિ સમિતિ સાથે 16મી તારીખે મિટિંગ યોજવામાં આવી હતી.જેંમાં બધા ધર્મ સમુદાયના લોકો હતાં.આ તમામ લોકો પોલીસની કામગીરીથી સંતોષ વ્યક્ત કરી સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી પણ આપી હતી..
પોલીસ છેલ્લા 10 દિવસમાં 21.17.099 રૂપિયાનો દારૂ સીઝ઼
મહોત્સવના માહોલમાં નશીલા પદાર્થો વેચતાં અસામાજિક તત્વો કંઇ કાંકરીચાળો ન કરી જાય તે માટે પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી છે. પોલીસે 10મી તારીખથી ડ્રાઈવ શરુ કરી હતી જેમાં દેશી દારૂ 1.41.420 રૂપિયા અને કુલ 15.483 ઇંગ્લિશ દારૂ અને પાઉચ 223 આમ કુલ મળીને 21.17.099 રૂપિયાનો દારૂ સીઝ કરવામાં આવ્યો છે.