- અન્ય રાજ્યમાં વધી રહેલા કોરોના કેસના કારણે સુરતને એલર્ટ રહેવાની જરૂર
- કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના આ નવા સ્વરૂપના કારણે ડોક્ટરો ચિંતામાં
- શહેરમાં આશરે 40 ટકા કોરોનાના દર્દીઓ એવા હતા કે જેઓ મહારાષ્ટ્રના હતા
સુરત : મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં કોરોના કેસીસ વધતા ગુજરાતમાં ચિંતા જોવા મળી રહી છે. બીજી બાજુ કોરોના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મયૂટન્ટન્ટ બદલાતા મેડિકલ ક્ષેત્રમાં ચિંતાનો વિષય સર્જાયો છે.ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મયૂટન્ટન્ટ બે વેક્સિન લેનાર લોકોના ઇમ્યૂનિટીને પણ બાયપાસ કરે છે.ત્રીજી લહેર પહેલા કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના આ નવા સ્વરૂપના કારણે ડોક્ટરો ચિંતામાં છે. ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ગુજરાતના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચંદ્રેશ જરદોશે જણાવ્યું હતું કે અન્ય રાજ્યમાં વધી રહેલા કોરોના કેસના કારણે સુરતને એલર્ટ રહેવાની જરૂર છે.
વર્ષના અંતમાં આવી શકે છે ત્રીજી લહેર
નિષ્ણાતો જણાવી રહ્યા છે કે ઓક્ટોબર-નવેમ્બર સુધી સંભવિત કોરોનાની ત્રીજી લહેર ફરી એક વખત આ આતંક મચાવી શકે છે. જેને લઇ સરકારથી લઈને સ્થાનિક તંત્ર સુધી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી લહેર સમય મહારાષ્ટ્રમાં કેસ વધ્યા બાદ ગુજરાતમાં તેની અસર જોવા મળી હતી સુરત શહેરમાં આશરે 40 ટકા કોરોનાના દર્દીઓ એવા હતા કે જેઓ મહારાષ્ટ્રના હતા અથવા તો ટ્રાવેલ હિસ્ટરી ધરાવતા હતા. હવે ફરી એક વખત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કોરોના કેસ વધતા ગુજરાત અને ખાસ કરીને સુરતમાં ચિંતા જોવા મળી રહી છે.
આ પણ વાંચો : અમેરિકાએ પોતાના નાગરિકોને ભારત પ્રવાસ સંબંધિત ભલામણોમાં આપી છૂટ, સાવધાની રાખવાનો કર્યો આગ્રહ