ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં હીરા ઘસવા આવેલા કારીગરે બે લાખ સિત્તેર હજારના રીજેક્સન હીરા ચોરી ફરાર - daimond

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ હીરા કારખાનામાં બે દિવસ પહેલા હીરા ઘસવા આવેલા કારીગરે હીરાનો બદલો મારી બે લાખ સિત્તેર હજારના રીજેક્સન હીરા ચોરી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે હીરા માલિકે કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. હીરા ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. દરમ્યાન પોલીસે આરોપીની ધરપકડ કરી રૂપિયા બે લાખની કિંમતના હીરા કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હીરા ઘસવા આવેલા કારીગરે બે લાખ સિત્તેર હજારના રીજેક્સન હીરા ચોરી ફરાર
હીરા ઘસવા આવેલા કારીગરે બે લાખ સિત્તેર હજારના રીજેક્સન હીરા ચોરી ફરાર

By

Published : Feb 7, 2020, 10:29 PM IST

સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ નંદુ દોશીની વાડી ખાતે લાભેસ્વર કોમ્પ્લેક્ષમાં મનસુખભાઈ નામક વેપારી હીરા ઘસવાનું કારખાનું ધરાવે છે. મનસુખભાઈ લુનીને પોતાના કારખાનામાં હીરા ઘસવા માટે કારીગરની જરૂર હોવાથી તેમના મિત્રને સંપર્ક કર્યો હતો. જ્યાં મિત્રએ દીપ કુમાર નામના કારીગરનો સંપર્ક કરાવ્યો હતો.

સુરતમાં હીરા ઘસવા આવેલા કારીગરે બે લાખ સિત્તેર હજારના રીજેક્સન હીરા ચોરી ફરાર
જ્યાં મનસુખભાઇએ વિશ્વાસ અને ભરોસા પર દીપ કુમારને પોતાના કારખાનામાં કામે રાખ્યો હતો. જો કે બે દિવસમાં જ દીપ નામના કારીગરે પોતાનું પોત પ્રકાશયું હતું. કારીગરે ઉચ્ચ ગુણવત્તાના હીરા લઈ હલકી ગુણવત્તાના હીરા મૂકી દીધા હતા. અને બાદમાં બે લાખથી વધુની કિંમતના 700 નંગ હીરાનો બદલો વાળી ફરાર થઈ ગયો હતો. બાદમાં માલિક મનસુખભાઈને આ બાબતની જાણ થઈ હતી. જ્યારે તેમણે સીસીટીવી ચેક કરતા કરતા કારીગરનો ભાંડો ફૂટી ગયો હતો. મનસુખભાઇએ આ અંગે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.આરોપી દીપ નામનો આ શખ્સ અગાઉ પણ આ રીતે અન્ય ગુનાને અંજામ આપી ચુક્યો છે. જો કે પોલીસે હાલ બે લાખથી વધુની હીરા ચોરીની ઘટનામાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details