ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા જિલ્લા કલેક્ટરને રિપીટર વિદ્યાર્થીઓ અંગે નિર્ણય લેવા કરાયું આવેદન - congress sevadal leader santosgh patil

સુરત શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા સુરત કલેક્ટરશ્રીને એવી રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્યના ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે. જો કે, રાજ્ય સરકાર અને રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે, તેમ માનવામાં આવી રહ્યું છે.

સુરત
સુરત

By

Published : Jun 11, 2021, 10:01 AM IST

  • સુરત શહેર કોંગ્રેસ સેવાદાળના પ્રમુખ સંતોષ પાટીલ દ્વારા કલેક્ટરને કરાઈ રજૂઆત
  • આખા ગુજરાતમાં અઢીથી ત્રણ લાખ જેટલા રિપીટર વિદ્યાર્થીઓ
  • રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોસન આપવામાં આવે તેવી રજુઆત

સુરત: શહેરમાં બુધવારે શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા ધોરણ 10 અને 12ના રિપીટ વિદ્યાર્થીઓને લઈને સુરત કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે, જે રીતે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે તે જ રીતે ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે.

આવેદન પત્ર

આ પણ વાંચો: ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ કલેકટર કચેરી ખાતે વિરોધ કરી ન્યાયની માંગ કરી

રિપીટર વિદ્યાર્થીઓ વિશે પણ સરકાર વિચાર કરે તેવી અપીલ

સુરત શહેર કોંગ્રેસ સેવાદાળના પ્રમુખ સંતોષ પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોરોના કાળને કારણે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખરેખર આવકાર દાયક નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ સુરત કલેક્ટર મારફતે રાજ્ય સરકારને નિવેદન છે કે, જે રીતે ગત દિવસોમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ આખું વર્ષ અભ્યાસ કર્યો હતો એને જે વિદ્યાર્થીઓએ ગયા વર્ષે 1 વિષયમાં ફોમ ભર્યું હતું તેમણે આખું વર્ષ અભ્યાસ કર્યો છે. તેવી જ રીતે રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોસન આપવામાં આવે તેવી રજુઆત છે. અમારા ધ્યાન મજુબ આખા ગુજરાતમાં અઢીથી ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓ છે.

આ પણ વાંચો:રાજ્ય સરકારના માસ પ્રમોશનના નિર્ણયથી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ નાખૂશ

ABOUT THE AUTHOR

...view details