- સુરતમાં વિદ્યાર્થીઓનો વિરોધ
- કોરોના કાળમાં ફિને લઈને કરવામાં આવ્યો વિરોધ
- કોલેજે બહાર પાડ્યું ફિ સ્ટ્રક્ચર
સુરત: જિલ્લાના કાપોદ્રા વિસ્તારમાં આવેલી આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજની બહાર કોલેજના જ વિદ્યાર્થીઓ અને છાત્રા યુવા સંગઠન સમિતિ સાથે કોલેજ દ્વારા ફીસ સ્ટ્રકચ અંગે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી હજારો રૂપિયાની ફી લેવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા કયા પ્રકારની ફીસ લેવામાં આવે છે, તે અંગે જાણકારી આપવામાં આવતી નથી. આથી ગુરુવારે આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ છાત્રાયુવા સંઘર્ષ સમિતિ સાથે મળીને કોલેજ બહાર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
છાત્રાયુવા સંઘર્ષ સમિતિ દ્વારા કોલેજના પ્રિન્સિપલને રજૂઆત કરવામાં આવી
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજની બહાર કોલેજના વિદ્યાર્થીઓ સાથે છાત્રાયુવા સંઘર્ષ સમિતિ ગુરુવારે વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતી ફીસ અંગે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ કોલેજના વિદ્યાર્થીઓ અને છાત્રાયુવા સંઘર્ષ સમિતિ દ્વારા કોલેજના પ્રિન્સિપલને આ ફીસ સ્ટ્રક્ચર અંગે રજૂઆત કરવામાં આવી હતી.
સુરત છાત્રાયુવા સંગર્ષ સમિતિ દ્વારા કોલેજ બહાર ફીસ મુદે વિરોધ દર્શાવ્યો આ પણ વાંચો : નર્સિંગ સ્ટાફ બાદ હવે ગુજરાતભરના કોલેજ ઓફ ફિઝિશયન એન્ડ સર્જનના નિવાસી તબીબો હડતાલ પર ઉતર્યા
છાત્રાયુવા સંઘર્ષ સમિતિ દ્વારા એમ કહેવામાં આવ્યુંકે
છાત્રાયુવા સંઘર્ષ સમિતિનાં પ્રમુખ દર્શિત ગોરાટ દ્વારા એમ કહેવામાં આવ્યુ કે ગુરુવારે વરાછાની શાસ્ત્રી કોલેજ જેના વિદ્યાર્થીઓ દ્વારા એવો પ્રશ્ન હતો કે અમને અમારા કોલેજ પ્રશાસન દ્વારા ફીસ અંગે ફ્રી સ્ટ્રક્ચસર આપવામાં આવતું નથી. ટ્યુશન ફીસના નામે હજાર રૂપિયા લેવામાં આવે છે. તો એ વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળીને ગુરુવારે છાત્રાયુવા સંઘર્ષ સમિતિ દ્વારા કોલેજ પ્રશાસનને એવું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છેકે આ તમામ વિદ્યાર્થીઓને તેમનું જે પણ ફ્રી સ્ટ્રકચર છે અને તેમાં કઈ-કઈ ફીસનો સમાવેશ કરવામાં આવ્યો છે તે તેમને જણાવો, કારણકે ટ્યુશન ફીસ સિવાય જે કાંઈ ફીસ છે જે હાલ રાજ્ય સરકાર દ્વારા માફ કરવામાં આવી છે. છતાં કેટલી કોલેજો દ્વારા ફીસ ઉઘરાવવામાં આવી રહી છે. આથી ફ્રી સ્ટ્રક્ચર આ વિદ્યાર્થીઓ સામે રજૂ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને પણ ખબર પડે કે ટ્યુશન ફીસ સિવાય કેટલી ફીસ કોલેજો દ્વારા ઉઘરવામાં આવે છે.આગામી સમયમાં હાલ કોલેજ પ્રશાસનને અમારા દ્વારા આવેદન પત્રક પાઠવામાં આવ્યું છે અને જો આગામી સમયમાં વિદ્યાર્થીઓને ફીસ સ્ટ્રક્ચર આપવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા છાત્રાયુવા સંઘર્ષ સમિતિ સાથે રહી યોગ્ય પગલાં લેવામાં આવશે.