સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચેસ ઓલમ્પિયાડની પ્રથમ રિલે દિલ્હીથી રવાના કર્યા બાદ ભારતના 75 શહેરોમા ફરી રહી છે, જે તારીખ 1-7-2022ના રોજ સુરત મુકામે પોહચતી ચેસ પ્રેમીઓમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ રીતના કાર્યક્રમને ગુજરાત કંઈક વિશેષ કરવા હંમેશા તત્પર અને અગ્રેસર હોઈ એવું અનેકવાર અનુભવ્યું છે.
આ પણ વાંચો:જગન્નાથ રથયાત્રા તો ઘણી જોય હવે આ દિકરીનું કરતબ પણ જોઈ લો...
સુરતનો નવયુવાન જીત ત્રિવેદી આ ઇવેન્ટમા એક નવો વર્લ્ડ રેકોર્ડ (Surat chess player make world record ) નોંધવા જઈ રહ્યો છે. 24 વર્ષે જીત ઓટોમોબાઇલ્સ એન્જિનિયરિંગ કરી ચૂક્યો છે. આ ઇવેન્ટમાં તે પોતાની આંખ બંધ કરીને તેના પર રૂ, સ્ટીલ પ્લેટ અને કાળો પાટો બાંધી ચેસના 32 પીસ ફક્ત 1.20 મિનિટમા ગોઠવીને વિશ્વ વિક્રમ (arrange chess pieces in shortest time ) સ્થાપિત કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે. જેની નોંધણી ટૂંક સમયમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધ લેશે. અગાઊ જીત ત્રિવેદી 7 વર્લ્ડ રેકોર્ડ કરી ચુક્યો છે.