ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગૃહપ્રધાનને પત્ર લખી SIT નીમવા માગણી કરાઈ - એસઆઈટી

ટેક્સટાઈલ અને ડાયમંડ ક્ષેત્રે વધતાં જતાં આર્થિક અપરાધને ડામવા અર્થે સુરતને સ્પેશિઅલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) આપવા રાજ્યના ગૃહપ્રધાનને ચેમ્બર દ્વારા રજૂઆત કરાઈ છે. સુરત ચેમ્બરે આશા રાખી છે કે, બે-ત્રણ દિવસમાં સુરતને આવી ટીમ સરકાર દ્વારા આપવામાં આવશે.

સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગૃહપ્રધાનને પત્ર લખી સ્પેશિઅલ ઇન્વેસ્ટિગેશન ટીમ નીમવા માગણી કરાઈ
સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગૃહપ્રધાનને પત્ર લખી સ્પેશિઅલ ઇન્વેસ્ટિગેશન ટીમ નીમવા માગણી કરાઈ

By

Published : Oct 22, 2020, 4:13 PM IST

  • સુરતમાંથી આર્થિક અપરાધો ડામવા રાજ્યના ગૃહપ્રધાનને રજૂઆત થઈ
  • સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી રજૂઆત કરાઈ
  • સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ નીમવા માગણી કરાઈ

સુરતઃ સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખી સુરતમાં રીંગરોડ ખાતે આર્થિક અપરાધ નિવારણ અંગે SIT સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ નીમવા રજૂઆત પાઠવવામાં આવી છે. સુરતને રાજ્યની આર્થિક રાજધાની કહી શકાય, ડાયમંડ અને ટેક્સટાઈલ ક્ષેત્રના ઉદ્યોગો દેશવિદેશમાં વ્યાપેલ હોઇ ઘણાં લેભાગુઓ દ્વારા સુરતના ટેક્સટાઈલ તથા ડાયમંડના ઉદ્યમી જોડે સમયાંતરે આર્થિક અપરાધ આચરવામાં આવે છે.

  • હેડક્વાર્ટર વડોદરા મૂકામે

    અગાઉ વર્ષ 2010માં આવા પ્રકારના અપરાધની તપાસ કરવા અર્થે રીંગરોડ ખાતે એક પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવ્યું હતું અને તેનું હેડક્વાર્ટર વડોદરા મૂકામે હતું. તે સમયે FIR સુરતમાં નોંધવામાં આવતી ન હતી અને લગભગ 30 દિવસ જેટલો સમયગાળો થતો હતો. એ કારણે આ પોલીસ સ્ટેશનની ઉપયોગિતા રહી ન હતી અને અંતે બે વર્ષ ચલાવી બંધ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત અનુભવના આધારે ચેમ્બર દ્વારા ગૃહપ્રધાનને સુરત મૂકામે આર્થિક અપરાધની નોંધણી તથા તેની તપાસ કરવા અર્થે તાત્કાલિક ધોરણે SIT નીમવા રજૂઆત પાઠવેલી છે.
    સુરતમાં ટેક્સટાઈલ અને ડાયમંડ ક્ષેત્રે વધતાં જતાં આર્થિક અપરાધને ડામવા સિટ આપો
  • સુરતમાં દર વર્ષે 1500થી લઇ 2000 હજાર કરોડ રૂપિયાના આર્થિક અપરાધ

    ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગનું હબ છે. અહીં દર વર્ષે 1500થી લઇ 2000 હજાર કરોડ રૂપિયાનો આર્થિક અપરાધ થતાં હોય છે. રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ અમદાવાદ મૂકામે ટેક્સટાઈલ ઉદ્યોગમાં થતાં આજ પ્રકારના આર્થિક અપરાધને નોંધવા તથા તપાસ અર્થે SIT નીમવામાં આવી છે, એવી જ જરૂરિયાત સુરતને પણ હોય. જે અંતર્ગત ચેમ્બર દ્વારા મહત્વની રજૂઆત થયેલી છે.

ABOUT THE AUTHOR

...view details