- ભારત સરકાર રફ ડાયમંડના (Rough Diamond) ઓનલાઈન ખરીદી (Online Purchasing) પર 2 ટકા ઈક્વલાઈઝેશન લેવી લે છે
- હિરા ઉદ્યોગ (Diamond Industry) પર લાગુ થતી 2 ટકા લેવીના કારણે ખાણમાંથી કાચો હિરો મેળવવામાં પડી રહી છે તકલીફ
- સુરતના ચેમ્બર ઓફ કોમર્સ (Chamber of Commerce)ના અગ્રણીઓએ કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયા (Union Minister Mansukh Mandaiya) સાથે કરી મુલાકાત
- કેન્દ્રિય પ્રધાનને 2 ટકા ટેક્સને માફ કરવા અને ઉદ્યોગના હિતમાં નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી
સુરતઃ સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (Surat The Southern Gujarat Chamber of Commerce and Industry)ના પ્રમુખ દિનેશ નાવડિયા, પ્રેસિડન્ટ ઈલેક્ટ આશિષ ગુજરાતી, વાઈસ પ્રેસિડન્ટ ઈલેક્ટ હિમાંશુ બોડાવાલા અને ખજાનચી મનીષ કાપડિયા સહિતના ચેમ્બરના પ્રતિનિધ મંડળે (Delegation of the Chamber) નવી દિલ્હીમાં ભારત સરકારના હેલ્થ એન્ડ વેલ્ફેર તથા કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર્સ વિભાગના કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયા (Union Minister Mansukh Mandaiya) સાથે મુલાકાત કરી હતી. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, રફ ડાયમંડના (Rough Diamond) ઓનલાઈન પરચેઝીંગ (Online purchasing)માં ભારત સરકાર દ્વારા 2 ટકા ઈક્વલાઈઝેશન લેવી લેવામાં આવે છે, જેને કાઢી નાખવા માટે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાને રજૂઆત કરવામાં આવી હતી.
વિદેશી ઓનલાઈન હિરાની ખરીદી પર 2 ટકા ટેક્સ ભરવો પડે છે