ગુજરાત

gujarat

ETV Bharat / city

વિશેષ અહેવાલ: કાશ્મીરના લોકોને આત્મનિર્ભર બનાવવા સુરતના ઉદ્યોગપતિએ બીડું ઝડપ્યું - embroidery art by Kashmiri people

આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરવા મહત્વનો ભાગ ભજવી રહેલું સુરત હવે કાશ્મીરના લોકોને આત્મનિર્ભર બનાવવા તરફ ડગલું માંડી રહ્યું છે. કાશ્મીરને આત્મનિર્ભર બનાવવા માટે સુરતમાં એમ્બ્રોઇડરી મશીનોનું ઉત્પાદન કરતા એક ઉદ્યોગપતિ સુભાષ ડાવરે કાશ્મીરમાં પોતાની એક વર્કશોપ શરૂ કરી છે. જેના વડે કાશ્મીરના લોકો પરંપરાગત ઢબે હાથોથી થતા ભરતકામને બદલે મશીનોનો ઉપયોગ કરી ઝડપથી આગળ વધી શકશે. આ માટે આવનારા દિવસોમાં 3 મશીનો સુરતથી કાશ્મીર મોકવામાં આવશે.

કાશ્મીરના લોકોને આત્મનિર્ભર બનાવવા સુરતના ઉદ્યોગપતિએ બીડું ઝડપ્યું
કાશ્મીરના લોકોને આત્મનિર્ભર બનાવવા સુરતના ઉદ્યોગપતિએ બીડું ઝડપ્યું

By

Published : Nov 25, 2020, 10:01 PM IST

  • સુરતના ઉદ્યોગપતિની અનોખી પહેલ
  • કાશ્મીરના લોકો ઘરમાં વાપરી શકે તેવા એમ્બ્રોઇડરી મશીનો વિકસાવ્યા
  • અઠવાડિયામાં થતું ભરતકામ મશીનો વડે એક દિવસમાં તૈયાર થશે


સુરત: એલાયન્સ એમ્બ્રોઇડરી નામથી એમ્બ્રોઇડરી મશીનો વેચવાનો વ્યવસાય કરતા સુરતના ઉદ્યોગપતિ સુભાષ ડાવરે કાશ્મીરની પરંપરાગત ભરતકામની કળાને આધુનિક રૂપ આપી કાશ્મીરના લોકોને આત્મનિર્ભર બનવા માટે મદદ કરી રહ્યા છે. કાશ્મીરના લોકો જે રીતે હાથોથી પરંપરાગત ઢબે ભરતકામ કરે છે, તે માટે તેમને આશરે એક અઠવાડિયાનો સમય લાગી જાય છે. પરંતુ હવે મશીનોની મદદ વડે તેઓ ફક્ત 1 દિવસમાં એમ્બ્રોઇડરી વર્ક પૂરું કરી શકશે. આ માટે આવનારા દિવસોમાં ત્રણ મશીનો સુરતથી કાશ્મીર જશે અને ત્યાંનો ભરતકામ ઉદ્યોગ વિકાસના પંથે ચડશે.

વિશેષ અહેવાલ: કાશ્મીરના લોકોને આત્મનિર્ભર બનાવવા સુરતના ઉદ્યોગપતિએ બીડું ઝડપ્યું

કાશ્મીરીઓની પરંપરાગત કળાના વિકાસ માટે નવી તક

જ્યારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 પાછી ખેંચી લેવામાં આવી હતી ત્યારે એમ્બ્રોઇડરી મશીનોના ઉદ્યોગપતિ સુભાષ ડાવરના મનમાં વિચાર આવ્યો હતો કે કાશ્મીરીઓ માટે ભરતકામના મશીનો કાશ્મીરમાં લગાવવા જોઈએ જેથી ભરતકામ કરતા ત્યાંના રહીશોને વિકાસની નવી તક આપવામાં મળે. સુુભાષે પોતાની કંપનીની એક વર્કશોપ શ્રીનગરમાં શરૂ કરી છે. જેથી આ મશીનોનો સપ્લાય, ઉપરાંત કેવીરીતે મશીન ચલાવવું તે અંગેની તાલીમ પણ તેમને આપી શકાય.

વિશેષ અહેવાલ: કાશ્મીરના લોકોને આત્મનિર્ભર બનાવવા સુરતના ઉદ્યોગપતિએ બીડું ઝડપ્યું

કાશ્મીરમાં કોઇ ઔદ્યોગિક વિસ્તાર નથી

સુભાષ ડાવરે જણાવ્યું હતું કે, કાશ્મીરના લોકો ઘરઘરાઉ રીતે જ આ કામ કરે છે. આ કાર્ય માટે કોઈ ઔદ્યોગિક ક્ષેત્ર નથી. લોકો આ કામ તેમના ઘરેથી નાના પાયે કરતા હોવાથી એલાયન્સ એમ્બ્રોઇડરીએ ત્યાંના કારીગરોની જરૂરિયાત અનુસાર વિશેષ મશીનોની રચના કરી છે. જેને લોકો તેમના ઘરોમાં સ્થાપિત કરી શકે છે. આનાથી આ કાશ્મીરી રહીશોને જે ઉત્પાદન કરવા માટે એક અઠવાડિયું લાગે છે તેઓ તેને એક દિવસમાં બનાવશે.

કાશ્મીરના લોકોને આત્મનિર્ભર બનાવવા સુરતના ઉદ્યોગપતિએ બીડું ઝડપ્યું

મશીનરીથી 80 ટકા કામ પૂરું થઈ જશે અને તેઓ 20 ટકા કામ હાથથી કરી શકશે

સુભાષ ડાવરે જણાવ્યું હતું કે, એમ્બ્રોઇડરી મશીનોથી આ કામ કરવાથી ન માત્ર ડિઝાઈનને વિવિધતા મળશે પરંતુ કામગીરી પણ ગુણવત્તાવાળી બનશે. ઉપરાંત, મશીનરીથી 80 ટકા કામ પૂરું થઈ જશે અને તેઓ 20 ટકા કામ હાથથી કરી શકશે. જેથી તેમની પરંપરાગત કુશળતા પણ જળવાશે. મશીનોથી કારીગરોની ઉત્પાદકતામાં પણ વધારો થશે અને તેનાથી તેમનો વેપાર પણ વધશે.

સ્થાનિક ઉદ્યોગ સાહસિકને પોતાનો વ્યવસાયિક ભાગીદાર બનાવ્યા

સુભાષ ડાવરેએ વધુમાં કહ્યું કે, તેમણે કાશ્મીરના સ્થાનિક ઉદ્યોગ સાહસિકને પોતાનો વ્યવસાયિક ભાગીદાર બનાવ્યા છે. જે દાયકાઓ જુના મશીનો પર કામ કરી રહ્યા છે. તેઓ કાશ્મીરમાં ભરતકામવાળા મશીનોનો લાભકારક ઉપયોગ કેવી રીતે કરી શકે છે તે વિશે લોકોને જાગૃત કરશે. સમયાંતરે, કાશ્મીરની સુરત કચેરીના ઇજનેરો અને ડિઝાઇનરો પણ કાશ્મીરમાં વર્કશોપ યોજશે જેથી ત્યાંના કારીગરોને ખ્યાલ આવી શકે કે મશીન કરવાથી તેઓ કયા પ્રકારનાં કામ કરી શકે છે અને કંપની તેમને સર્વિસ પણ ઉપલબ્ધ કરાવશે. આ માટે આવનારા દિવસોમાં ત્રણ મશીનો પણ સુરતથી કાશ્મીર જશે.

સરકારનો ટેકો મળે તો કારીગરોને રાહત દરે મશીનો ઉપલબ્ધ કરાવી શકાય

સુભાષ ડાવરે એમ પણ કહ્યું હતું કે, જો તેમને ભારત સરકારનો ટેકો મળે છે, તો તેમનું કાશ્મીરમાં ભરતકામ પાર્ક બનાવવાનું સપનું છે. આવા પાર્ક-ઉદ્યાનોમાં કારીગરોને રાહત દરે મશીનો ઉપલબ્ધ કરાવી શકાય છે અને મોટાપાયે ઔદ્યોગિક ઉત્પાદન દ્વારા વસ્તુઓ દેશની મંડીઓમાં પરિવહન કરી વિદેશમાં નિકાસ પણ કરી શકાય છે.

કાશ્મીરની જનતાને દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડાશે

સુભાષ ડાવરનો ઉદ્દેશ કાશ્મીરની જનતાને દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો છે અને એ સમજાવવાનો છે કે આપણે બધા એક છીએ અને સાથે મળીને આપણે વિકાસના માર્ગ પર આગળ વધી શકીએ છીએ.

ABOUT THE AUTHOR

...view details