- એ.ડી.મોરે સન્સ કંપની દ્વારા નવા 5,000થી વધુ ઓક્સિજન સિલેન્ડર ખરીદવામાં આવ્યા
- લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટ અને નેચરલ એર થી ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત
- રિફીલિંગ પ્લાન્ટ તૈયાર થઈ ગયું છે જ્યાં એક કલાકમાં 60 જેટલા મોટા સિલેન્ડર રિફિલ કરવામાં આવશે
સુરતઃ દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડરથી જોડાયેલા વિસ્તારમાં જ્યારે કોરોનાની બીજી લહેર વખતે સુરત એક એવુ કેન્દ્ર બન્યું હતું, જ્યાંથી આ તમામ વિસ્તારમાં ઓક્સિજન સપ્લાય કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં હજિરા ખાતે આવેલા આઈનોક્સ કંપનીથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના અન્ય રાજ્યોમાં ઓક્સિજન સપ્લાય કરવામાં આવ્યા હતા. હવે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ નિષ્ણાતો લોકોને ચેતવી રહ્યા છે ત્યારે સુરતમાં ઓક્સિજનની શુ વ્યવસ્થા છે અને બીજી લહેરમાં જે રીતે ઓક્સિજનની અછત થઈ હતી. તેને ધ્યાનમાં રાખી હાલ ઓક્સિજન માટે તકેદારીના કયા પ્રકારનાં પગલાં લેવામાં આવી રહ્યા છે. તે અંગે ETV Bharat દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો-ભાવનગર સર ટી હોસ્પિટલમાં Oxygen પ્લાન્ટનું રિયાલિટી ચેક : શું છે ત્રીજી લહેરની વ્યવસ્થા જાણો
સિવિલ હોસ્પિટલમાં લિકવિડ ઓક્સિજન પ્લાન્ટની ક્ષમતા અને સંખ્યા
કેન્દ્ર સરકાર દ્વારા નેચરલ એર ટૂ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ 550 ક્યૂબ મીટર (પ્રતિકલાક) કાર્યરત્ છે. જ્યારે એલ એન્ડ ટી (L&T) અને એસ્સાર કમ્પની (Essar Company) દ્વારા પ્લાન્ટ લગાવી દેવાયા છે. જરૂરત હશે ત્યારે કાર્યરત થશે આવનાર દિવસોમાં વધુ એક ખાનગી કંપની આવું પ્લાન્ટ લગાવશે. મહાનગરપાલિકા સંચાલિત સરકારી હોસ્પિટલ ની વાત કરવામાં આવે તો, લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટની સંખ્યા 3 છે, જેમાં 10 ટન લિક્વિડ ઓક્સિજન ટેન્ક, 17 ટન લિક્વિડ ઓક્સિજન ટેન્ક અને 17 ટન લિક્વિડ ઓક્સિજન ટેન્કનો સમાવેશ થાય છે. જયારે એક નેચરલ એરથી ઓક્સિજન બનાવનારા પ્લાન્ટની સખ્યાં એક છે. જ્યારે અન્ય 1 પ્લાન્ટ પાલિકા કાર્યરત કરશે.