- બેકરી દ્વારા 48 કિ.મી. લાંબા રામસેતુમાં પ્રતિક રૂપે 48 ફૂટની કેક બનાવાઈ
- 16થી 18 ફેબ્રુઆરી સુધીમાં સંકલ્પ લેનારને બેકરી તરફથી નિઃશુલ્ક કેક અપાશે
- વીડિયો મોકલનાર પ્રથમ 1084 વ્યક્તિઓને 400 ગ્રામ રામ સેતુ કેક આપવામાં આવશે
સુરત: અયોધ્યા ખાતે નિર્માણાધિન રામ મંદિર માટે દેશવાસીઓ પોતપોતાની રીતે ફાળો આપી રહ્યા છે, ત્યારે સુરતની એક બેકરી દ્વારા પણ અનોખી પહેલ કરવામાં આવી છે. બેકરી દ્વારા 11થી 16 ફેબ્રુઆરી સુધી ‘હર કદમ રામ કે નામ' અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત 48 કિમી લાંબા રામ સેતુનાં પ્રતિક રૂપે 48 ફૂટ લાંબી કેક બનાવવામાં આવી છે અને આ કેક 16મી ફેબ્રુઆરી સુધી જે પણ વ્યક્તિ સંકલ્પ લઈને વીડિયો બનાવશે તેને નિઃશુલ્ક આપવામાં આવશે.
બેકરીનાં કર્મચારીઓએ એક દિવસનો પગાર રામ મંદિર માટે આપ્યો ભગવાન રામ દેશની આસ્થા અને શૌર્યનું પ્રતીક છે
બેકરીના ડાયરેક્ટર નીતિન પટેલે જણાવ્યું હતું કે, રામ આજે દેશની આસ્થા, પ્રેમ, શૌર્ય અને ધર્મ છે ત્યારે રામ જન્મ ભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આપણા માટે ગૌરવની લાગણી કહી શકાય અને આ જ લાગણી અને રામ પ્રત્યેની આસ્થા વધુમાં વધુ દૃઢ બને તે માટે બેકરી દ્વારા 11થી 16 ફેબ્રુઆરી સુધી હર કદમ રામ કે નામ સંકલ્પ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
બેકરીનાં તમામ સ્ટાફે પોતાનો એક દિવસનો પગાર દાનમાં આપ્યો
આ અભિયાન અંતર્ગત બેકરીનો તમામ સ્ટાફ એક દિવસનો પગાર એટલે કે 1,01,111 રૂપિયા રામ મંદિર નિર્માણ નિધિમાં અર્પણ કરશે. સાથે જ 12 ફેબ્રુઆરીનાં રોજ જેટલા પણ ગ્રાહકોએ ખરીદી કરી તે તમામ ગ્રાહકોની બિલની ચુકવણીમાંથી પ્રતિ બિલ 48 રૂપિયા પ્રમાણે એકત્ર કરાયેલી રૂપિયા 1,11,111ની રાશિ પણ રામ મંદિર નિર્માણ નિધિમાં અર્પણ કરવામાં આવી છે. આ ઉપરાંત રામસેતુનાં પ્રતિક રૂપે 48 ફૂટ લાંબી કેક બનાવવામાં આવી છે. આ કેકની વિશેષતા એ છે કે રામસેતુ 48 કિમી નો હતો એટલે પ્રતિક રૂપે 48 ફૂટ લાંબી કેક બનાવવામાં આવી છે.
બેકરીના ડાયરેક્ટર સાથે વાતચીત 1084 વ્યક્તિઓને 400 ગ્રામ રામ સેતુ કેક નિશુલ્ક આપવામાં આવશેઆ કેક પર શ્રીરામ ભગવાનનાં જે 16 ગુણ હતા, તે લખવામાં આવ્યા છે અને લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ 16 પૈકીનો કોઈ એક ગુણ પોતાના જીવનમાં અંગીકાર કરવાનો સંકલ્પ લે અને આ સંકલ્પ લેતી વખતનો વિડિયો બનાવીને બેકરીને મોકલે. 16 ફેબ્રુઆરી સુધી વિડિયો મોકલનાર પ્રથમ 1084 વ્યક્તિઓને 400 ગ્રામ રામ સેતુ કેક નિઃશુલ્ક આપવામાં આવશે.