સુરતઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા જ આમ આદમી પાર્ટીમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. શુક્રવારે જ સુરત આમ આદમી પાર્ટીના 5 કોર્પોરેટર ભાજપમાં જોડાયા (Surat AAP Corporators joined BJP) હતા. આ સાથે જ આમ આદમી પાર્ટીના ગઢમાં ગાબડું પડ્યું છે. ત્યારે હવે ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ રોષ વ્યક્ત (Surat AAP Workers Protest) કર્યો હતો. તેમ જ પક્ષ પલટો કરનારા આ પાંચેય કોર્પોરેટરના પૂતળાનું દહન કરવામાં (Idol cremation of Aam Aadmi Party corporators in Surat) આવ્યું હતું.
AAPના 5 કોર્પોરેટરે શુક્રવારે કર્યો હતો પક્ષ પલટો આ પણ વાંચો-Vijay Suvada join BJP: AAPના ભુવાજીએ કેસરિયો ધારણ કર્યો
AAPના 5 કોર્પોરેટરે શુક્રવારે કર્યો હતો પક્ષ પલટો
સુરત આમ આદમી પાર્ટીના 5 કોર્પોરેટરે શુક્રવારે ભાજપનો કેસરિયો ધારણ (Surat AAP Corporators joined BJP) કર્યો હતો. આ 5 કોર્પોરેટરમાં વોર્ડ નબર 2ના કોર્પોરેટર ભાવના સોલંકી, વોર્ડ નંબર- 3ના કોર્પોરેટરઋતા કાકડિયા, વોર્ડ નબર- 5ના કોર્પોરેટર મનીષા કુકડીયા, વોર્ડ નંબર 8ના કોર્પોરેટર જયોતિકા લાઠિયા અને વોર્ડ નંબર- 16ના કોર્પોરેટર વિપુલ મોવલિયાનો સમાવેશ (Surat AAP Corporators joined BJP)થાય છે.
આ પણ વાંચો-Gujarati Artist Joins BJP: કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ... અનેક ગુજરાતી કલાકારો સાથે વિવિધ અગ્રણીઓ ભાજપમાં જોડાયા
સુદામા ચોક ખાતે AAPએ કર્યો વિરોધ
ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં આ તમામ કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા. ત્યારે સુરતમાં મોટા વરાછા સુદામા ચોક પાસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પક્ષ પલટો કરનારા કોર્પોરેટર સામે રોષ વ્યક્ત કરી તેમના પૂતળાનું દહન કર્યું હતું.