ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતઃ CAની ઓફિસમાં ટ્રેનિંગમાં આવતી યુવતીએ CA વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી - ક્રાઈમ ન્યુઝ

સુરતના 50 વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે યુવતીની છેડતીની ફરિયાદ નોંધાઈ છે. આરોપી CAની રિંગરોડ ખાતે આવેલી ઓફિસ પર પીડિત યુવતી છેલ્લા ત્રણ માસથી ટ્રેનિંગ માટે આવતી હતી. પીડિતા દ્વારા સુરતના અઠવાલાઇન્સ પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ કરાતા પોલીસે CA અરુણની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતઃ CAની ઓફિસમાં ટ્રેનિંગમાં આવતી યુવતીએ CA વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી
સુરતઃ CAની ઓફિસમાં ટ્રેનિંગમાં આવતી યુવતીએ CA વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી

By

Published : Mar 4, 2021, 9:27 AM IST

Updated : Mar 4, 2021, 3:32 PM IST

  • 20 વર્ષીય યુવતી એકાઉન્ટિંગ શીખવા માટે CAની ઓફિસમાં ટ્રેનિંગ માટે જતી હતી
  • 28મી ફેબ્રુઆરીના રોજ CAએ પીડિતાની છેડતી કરી
  • યુવતીએ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
  • પોલીસે CA અરુણની ધરપકડ કરી

સુરતઃ શહેરના રિંગરોડ ખાતે આવેલા પોતાની ઓફિસમાં એક યુવતીની છેડતી કર્યાની ફરિયાદ ચાર્ટર્ડ એકાઉન્ટ વિરુદ્ધ દાખલ થઇ છે કે રિંગરોડ ખાતે ઓફિસ ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ 50 વર્ષીય અરુણ કનોડીયા બે સંતાનોના પિતા છે, તેમના પર આરોપ છે કે અરુણે ઓફિસમાં ટ્રેનિંગમાં આવેતી યુવતીની છેડતી કરી હતી. પીડિત યુવતીએ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ કરતા તેની તાત્કાલિક ધરપકડ કરાઇ હતી. 20 વર્ષીય યુવતી એકાઉન્ટિંગ શીખવા માટે ડિસેમ્બર માસથી અરુણની ઓફિસ આવતી હતી.

આ પણ વાંચોઃપાલનપુરમાં મધ્યપ્રદેશની શ્રમજીવી પરિણીતા પર દુષ્કર્મ

CAનું કારસ્તાન સામે આવ્યું

પીડિત યુવતીએ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે 28મી ફેબ્રુઆરીના રોજ અરુણે પીડિતાને સર્વર રૂમમાં બોલાવી હતી અને યુવતીને કંઈક સમજે તે પહેલા જ અરુણ કનોડિયાએ યુવતીની લાજ લેવાના ઈરાદે છેડતી કરી હતી પીડિતા એટલી હદે ગભરાઈ ગઈ હતી કે તે બે દિવસ સુધી ઓફિસ જવાનું બંધ કરી દીધું. જ્યારે આ અંગે માતા એ પૂછતા આરોપી CAનું કારસ્તાન સામે આવ્યું હતું અને આખરે પીડિતાએ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Last Updated : Mar 4, 2021, 3:32 PM IST

ABOUT THE AUTHOR

...view details