ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત: વરાછામાં યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃદહેહ મળી આવ્યો - સુરતના તાજા સમાચાર

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી અશોકનગર ઝૂપડપટ્ટીમાં યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃતહેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

સુરત: વરાછામાં યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃદહેહ મળી આવ્યો
સુરત: વરાછામાં યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃદહેહ મળી આવ્યો

By

Published : Mar 3, 2021, 10:27 AM IST

Updated : Mar 3, 2021, 10:36 AM IST

  • વરાછા વિસ્તારમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી
  • પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે ખસેડ્યો
  • હત્યાના બનાવથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ

સુરતઃ વરાછા સ્થિત અશોકનગર ઝૂપડપટ્ટીમાં એક યુવકની મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા યુવકના મૃતદેહ પાસેથી લોહીથી લથપથ ચપ્પુ મળી આવ્યું હતું. આ ઉપરાંત યુવકને ગળાના ભાગે અને શરીરે ચપ્પુના ઘા ઝીકી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું.

હત્યા કોણે અને કેમ કરી તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી

આ સમગ્ર મામલે પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અને મૃતક યુવક કોણ છે અને તેની હત્યા કોણે અને કેમ કરી તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે. હત્યાની આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

Last Updated : Mar 3, 2021, 10:36 AM IST

ABOUT THE AUTHOR

...view details