ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતઃ પિતાની નજર સમક્ષ પુત્રની તલવારના ઘા ઝીંકી કરાઈ હત્યા - સુરતમાં હત્યા

સુરતમાં બે દિવસમાં હત્યાની બે ઘટના સામે આવી છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં પિતાની નજર સામે જ ઘરમાં ઘૂસી પુત્રની હત્યા કરવામાં આવી હતી. વતનમાં થયેલા ઝઘડાની અદાવત રાખી સુરતમાં યુવકને તલવારના ઘા ઝીંકવામાં આવ્યા હતા. જેમાં યુવકનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને અટકાયતમાં લીધા હોવાનું જાણવા મળ્યું છે.

સુરતઃ પિતાની નજર સમક્ષ પુત્રની તલવારના ઘા ઝીંકી કરાઈ હત્યા
સુરતઃ પિતાની નજર સમક્ષ પુત્રની તલવારના ઘા ઝીંકી કરાઈ હત્યા

By

Published : Mar 7, 2021, 8:04 AM IST

  • સુરતમાં બે દિવસમાં બે હત્યા
  • સુરતમાં વધતી જતી ગુનાખોરીઓ
  • પોલીસે હુમલા ખોરોની અટકાયત કરી

સુરતઃ શહેરમાં દિવસેને દિવસે હત્યાની ઘટનાઓ બની રહી છે. ઉમરાગામમાં યુવકની હત્યાનો પ્રથમ બનાવ તો સુરતના જ ભેસ્તાન વિસ્તારમાં યુક્વની હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે. પાંડેસરાની જય અંબે નગર સોસાયટીમાં રહેતા 34 વર્ષીય ગૌતમ સ્વાંઇ દોઢ મહિના પહેલા વતનમાં હતો ત્યારે ગામમાં જુગારમાં હજારો રૂપિયા જીત્યો હતો. જુગારની જીતમાં કૌટુંબિક કાકા બાબુલા ઉર્ફે બલીયા લંબુ સદા સ્વાંઇએ અડધો હિસ્સો માંગ્યો હતો. પરંતુ ગૌતમે આપવાનો ઇન્કાર કરતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં ગત રાત્રે બાબુલા ઉર્ફે લંબુ સદા સ્વાંઇ તેના મિત્ર મિથુન સુભાષ પાઢી, પુનમચંદ ગૌડ, ધોબા ભગવાન સ્વાંઇ, બલરામ ઉર્ફે બલીયા સ્વાંઇ અને નિલાંચલ ગૌડ તલવાર, હથોડો અને લાકડાના ફટકા સાથે ઘરમાં ઘુસી ગયા હતા. અચાનક ઘરમાં ઘુસી આવેલા બાબુલા ઉર્ફે બલીયાએ તલવાર વડે ગૌતમના માથામાં ત્રણથી ચાર ઘા ઝીંકી દીધા હતા.

આ પણ વાંચોઃ સુરત:વરાછામાં યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃદહેહ મળી આવ્યો

ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું

પુત્રને બચાવવા પિતા કપિલભાઈએ પ્રયાસ કર્યો હતો પરંતુ બલીયા અને મિથુને કપિલને ધક્કો મારી ઘરની બહાર કાઢી મુક્યા હતા. નિલાંચલે ગૌતમના હાથ-પગ પર હથોડાના ઘા ઝીંકયા હતા. ઘટનાની પગલે સ્થાનિક વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઇજાગ્રસ્ત ગૌતમને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દમિયાન મૃત્યુ થયુ હતુ.

આ પણ વાંચોઃઘોઘાના સાણોદર ગામે વિજય સરઘસ દરમિયાન પ્રૌઢની હત્યા

ઉમરા વિસ્તારમાં યુવકની હત્યા કરાઈ

સુરતના ઉમરાગામમાં રહેતો અજય નામનો યુવક લગ્ન પ્રસંગમાં સાઉન્ડ સિસ્ટમમાં મજૂરી કામ કરતો હતો. બુધવારની રાત્રે ઘર નજીક કેટલાક લોકો અજયને માર મારી રહ્યા હતા. જેમાં અજયને બચાવવા તેનો મિત્ર અનિકેત નાયકા પણ વચ્ચે પડ્યો હતો. આ ઘટનામાં બંને મિત્રોને ચપ્પુના ઘા વાગ્યા હતા. જેમાં ઈજાગ્રસ્ત બંને મિત્રોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં અજયનું મોત નીપજ્યું છે. એકના એક પુત્રનું મોત નીપજતા પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગયી હતી. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. અજયના પિતા મનોજભાઈએ કહ્યું કે, અજયને લોહી-લુહાણ હાલતમાં જોઈ મિત્રો તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં તેને છાતીમાં અને બીજો એક ઘા પેટ પર હતો. ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશનમાં લેતા એની હાલત ગંભીર હોવાનું સમજી ગયા હતા. સવારે તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. અજય પરિવારનો એકનો એક દીકરો હતો. વધુમાં જુગાર રમવા બાબતે ઝઘડો થયો હોવાનું અને એક જ પરિવારના 5 સભ્યોએ માર માર્યા હોવાનું જાણવા મળ્યું હતું. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details